રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
4 વ્યક્તિ
  1. 5 નંગમોટા બટાકા (લાંબા)
  2. 3 tbspકોર્નફ્લોર
  3. 5 tbspમેંદો
  4. 1/4 tspમરી પાઉડર
  5. 1 tspચીલી ફ્લેક્સ
  6. મીઠું સ્વાદ મુજબ
  7. પાણી જોઈએ મુજબ
  8. 1 નંગકેપ્સિકમ (સમારેલા સ્લાઈસ)
  9. 2 નંગડુંગળી (સમારેલી સ્લાઈસ)
  10. 1 નંગગાજર (જીણું સમારેલું)
  11. 2 tspઆદુ મરચા લસણ ની પેસ્ટ
  12. 1 tbspસેઝવાન સોસ
  13. 1 tbspડાર્ક સોયા સોસ
  14. 1 tspગ્રીન ચીલી સોસ
  15. 1 tbspરેડ ચીલી સોસ
  16. કોથમીર
  17. થોડું પાણી
  18. મીઠું સ્વાદ મુજબ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌથી પહેલા બટાકા ને ધોઈ ને તેની છાલ ઉતારી લઇ ને તેની થોડી જાડી ચીપ્સ કરી લેવી.

  2. 2

    ત્યાર પછી એક બાઉલ માં કોર્નફ્લોર, મેંદો, મરી પાઉડર અને મીઠું સ્વાદ નાખી ને થોડું પાણી એડ કરી સ્લરી તૈયાર કરી લેવી

  3. 3

    હવે એક કડાઈ માં તેલ ગરમ મૂકી ને બટાકા સ્લાઈસ ને સ્લરી માં ડીપ કરી ને ટાળતા જવું ગોલ્ડન બ્રાઉન થઇ ત્યાં સુધી તળી લેવી.

  4. 4

    ત્યાર પછી એક પેન માં થોડું તેલ મૂકવું ને તેમાં ડુંગળી, કેપ્સિકમ, ગાજર, આદુ મરચા લસણ ની પેસ્ટ એડ કરી લેવા ને થોડીવાર બધું કૂક થવા દેવું.

  5. 5

    હવે તેમાં ડાર્ક સોયા સોસ, રેડ ચીલી સોસ, ગ્રીન ચીલી સોસ, સેઝવાન સોસ અને મીઠું સ્વાદ મુજબ ને થોડું પાણી એડ કરી બધું કૂક થવા દેવું.

  6. 6

    ત્યાર પછી તેમાં બટાકા ની તળેલી સ્લાઈસ એડ કરી ને બધું મિક્ષ કરી થોડી વાર કૂક થવા દેવું.

  7. 7

    તો તૈયાર છે ડ્રેગન પોટેટો 😋😋

  8. 8

    ડ્રેગન પોટેટો ને સૂપ સાથે ગરમ ગરમ સર્વ કરો 😋

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sweetu Gudhka
Sweetu Gudhka @Cookwithsweetu1012
પર
Jamnagar
Cooking is like love.. 👩‍🍳❤
વધુ વાંચો

Similar Recipes