મેગી ભજીયા (Maggi Bhajiya Recipe In Gujarati)

Chintal Kashiwala Shah
Chintal Kashiwala Shah @cook_27679649

ચોમાસા માં ભજિયમાં અલગ ટ્રાય કરવો હોય તો આ રેસીપી જરૂર ટ્રાય કરી શકાય.

મેગી ભજીયા (Maggi Bhajiya Recipe In Gujarati)

ચોમાસા માં ભજિયમાં અલગ ટ્રાય કરવો હોય તો આ રેસીપી જરૂર ટ્રાય કરી શકાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧/૨ કલાક
૩ લોકો
  1. ૨ પેકેટ મેગી (૧૨ વાળી મળે છે તે મે અહી યુઝ કરી છે.)
  2. ૨ પેકેટ મેગી નો મસાલો જે મેગી માં આવે છે ઍ.છે
  3. ૨ પેકેટ મસાલો
  4. ૧ કપજીની સમારેલી કોબીજ
  5. મિડિયમ સાઇઝ નું કેપ્સિકમ જીણું સમારેલું
  6. મેડીયમ સાઇઝ નું ટામેટું જીણું સમારેલું
  7. લીલું મરચું ઝીણું સમારેલું
  8. મીડિયમ સાઇઝ ની ડુંગળી જિની સમારેલી
  9. ૧ કપચણાનો લોટ
  10. ૨ ચમચીલાલ મરચુ
  11. મીઠું સ્વાાનુસાર
  12. ૧/૨ ચમચીગરમ મસાલો
  13. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

૧/૨ કલાક
  1. 1

    સૌ પ્રથમ ૨ કપ (પાણી પીવાનો ગ્લાસ)પાણી ને ગરમ કરવા મૂકો અને એમાં ૧/૨ ચમચી મીઠું ઉમેરો.

  2. 2

    પાણી ઉકળે એટલે એમાં મેગી ઉમેરી દેવી.

  3. 3

    મેગી ને બહુ નહિ બાફવી.એને ૨ મિનિટ સુધી બાફવી એટલે સોફ્ટ થઈ જશે.હવે મેગી ને કાના વાળા વાસણ માં કાળવી.અને ઠંડી થવા દેવું.

  4. 4

    હવે એક વાસણમાં ઠંડી પડેલી મેગી લઈ એમાં ૧ કપ ચણાનો લોટ, બધા ઝીણા સમારેલા વેજિટેબલ, લાલ મરચું, ગરમ મસાલો, મીઠું,મેગી મસાલો બધું ઉમેરવું.

  5. 5

    હવે મિશ્રણ ને ભેગુ કરી જોવું જો ગોડા વડે તો ગોળ નાના લાડવા બનવા.(જો ના વડે તો ૧/૨ કપ જેટલો ચણાનો લોટ ઉમેરવો.) બને ત્યાં સુધી બહુ ચણાનો લોટ નહિ ઉમેરવો નહિ તો ટેસ્ટ માં ફરક પડી જશે.

  6. 6

    હવે નાના લાડવા ને તેલમાં તળવા.તેલ ને ફલમે ને મિડીયમ રાખવી.અને ગોલ્ડન બ્રાઉન ના થાય ત્યાં સુધી તળવા. અને છેલે થોડી વાર (૧ મિનિટ) માટે ફલેમ હાઈ કરી દેવી.

  7. 7

    મિશ્રણ ને ભેગુ કરી તરત જ તળવા.મિશ્રણ રહવા નહિ દેવું. નહિ તો એમાંથી પાણી નીકળશે અને મિશ્રણ ઢીલું થઈ જશે.ગરમ ગરમ ભજીયા ને કેચઅપ સાથે સર્વ કરવા.બહાર થી ક્રિસ્પી અને અંદર થી સોફ્ટ એવા મેગી ભજીયા રેડી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Chintal Kashiwala Shah
Chintal Kashiwala Shah @cook_27679649
પર

Similar Recipes