શેર કરો

ઘટકો

25 મિનિટ
3 વ્યક્તિ
  1. 2 કપસામો અને સાબુદાણા ક્રશ કરેલા
  2. 1 કપદહીં
  3. 1પેકેટ ઇનો
  4. મીઠું સ્વાદ પ્રમાણે
  5. લીલી ચટણી
  6. તેલ જરૂર મુજબ
  7. કેચઅપ

રાંધવાની સૂચનાઓ

25 મિનિટ
  1. 1

    એક બાઉલમાં સામો અને સાબુદાણા ક્રશ કરેલા લેવા તેમાં દહીં નાખી હલાવી લ્યો જરૂર પડે તો થોડું પાણી ઉમેરી ખીરું તૈયાર કરો બે કલાક રહેવા દયો

  2. 2

    ઢોકળીયા માં પાણી ગરમ કરવા મૂકો બાઉલ માં આથેલ ખીરા માં મીઠું અને ઇનો નાખી હલાવી લ્યો વાટકી ગ્રીસ કરી તેમાં આ ખીરું થોડું નાખી વરાળી યામાં બાફવા મૂકો

  3. 3

    દસ મિનિટ રહેવા દયો દસ મિનિટ પછી ગેસ બંધ કરી દયો અને ઈડલી ને ઠંડી થવા દયો ઠંડી થાય એટલે બહાર કાઢી લ્યો

  4. 4

    તૈયાર છે સ્વાદિષ્ટ ફરાળી ઈડલી તેલ, સોસ અને લીલી ચટણી સાથે પીરસો ગરમાગરમ સરસ લાગે છે.

  5. 5
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rekha Vora
Rekha Vora @rekhavora
પર

ટિપ્પણીઓ

Similar Recipes