દૂધી રવા નો હાંડવો (Dudhi Rava Handvo Recipe In Gujarati)

Bindi Vora Majmudar
Bindi Vora Majmudar @Bgv8686
શેર કરો

ઘટકો

30મીનીટ
  1. ૨ કપજીણો રવો
  2. ૧ કપદૂધનુ છીણ (ખમણેલી)
  3. ૮ નંગમીઠા લીમડાના પાન
  4. ૧ કપખાટુ દહીં
  5. ૧ ચમચીહળદર
  6. ચપટીહીંગ
  7. ૧ (૧/૨ ચમચી)મરચુ પાઉડર
  8. ૧ નાની ચમચીઈનો
  9. ૧ ચમચીરાઈ
  10. ૧ ચમચીઆદુ મરચાની પેસ્ટ
  11. ૨ ચમચીતલ
  12. ૨ ચમચીખાંડ
  13. મીઠું જરુર મુજબ
  14. તેલ જરુર મુજબ

રાંધવાની સૂચનાઓ

30મીનીટ
  1. 1

    સૌ પ્રથમ એક બાઉલમાં રવો લઈ તેમાં ખાટુ દહીં નાખી જરુર લાગે તો પાણી એડ કરી ખીરુ બનાવી ૨૦ મીનીટ રહેવા દો.

  2. 2

    હવે ખીરામા દૂધીનુ છીણ, આદુ મરચાની પેસ્ટ, હળદર, મરચુ પાઉડર, મીઠુ, ખાંડ નાખી સરસ હલાવી લો. બેટરમાં ઈનો નાખી એકદમ ફીણી લો. તો તૈયાર છે હાંડવાનુ બેટર.

  3. 3

    હવે એક નોનસ્ટીક પેનમાં તેલ લઈ ગરમ કરવા મૂકો. તેમાં રાઈ નાખો તતડે એટલે તલ મીઠા લીમડાના પાન નાખી બનાવેલ બેટર પાથરી દો. જરુર લાગે તો ઉપરથી તલ ભભરાવો.

  4. 4

    એકદમ ધીમા તાપે તાપે રાખો. ૮ ૧૦ મીનીટ પછી સહેજ ચેક કરી જોવો. બદામી થઈ ગ્યો હોય તો તેને હળવેકથી પલટાવી દો. ફરી ૮ ૧૦ મીનીટમા ચેક કરી જુવો.

  5. 5

    સરસ બદામી કલર આવી જાય એટલે ગેસ બંધ કરી દો. તો તૈયાર છે ગરમાગરમ દૂધી રવાનો હાંડવો. તેને કેચઅપ સાથે સર્વ કરો.

  6. 6
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bindi Vora Majmudar
પર

ટિપ્પણીઓ

Similar Recipes