રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૫૦૦ ગ્રામ મેંદો
  2. ૧ કપદળેલી ખાંડ
  3. ૧/૨ કપઘી
  4. ૧/૨ કપદૂધ
  5. જરૂર મુજબ તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક તપેલીમાં દૂધ અને દળેલી ખાંડ બંને મિક્સ કરી ધીમા તાપે ૨ મિનીટ માટે ગરમ કરી લો. (વધારે ગરમ નથી કરવાનું, નહીં તો તેની ચાસણી બનવા લાગશે)

  2. 2

    હવે, બીજી તપેલીમાં ઘી ને મધ્યમ આંચ પર ૭ થી ૧૦ મિનીટ માટે ગરમ કરી આ ગરમ ઘીને મેંદામાં ઉમેરી લો. પહેલાં ચમચીની મદદથી ત્યારબાદ હાથની વડે ૩ થી ૫ મિનીટ સુધી સારી રીતે મિક્સ કરી લો. (આમ કરવાથી મેંદો હલકો બનશે અને શક્કરપારા એટલા જ સોફ્ટ બનશે)

  3. 3

    ત્યારબાદ ગરમ કરેલ ખાંડ અને દૂધનું મિશ્રણ ધીમે ધીમે ઉમેરી કઠણ કણક બાંધી લો. હવે, 1/2કલાક માટે આ કણકને ઢાંકીને રાખો. ત્યારબાદ કણકમાંથી એકસરખા ૪ લૂઆ બનાવીને ૧ સેમી જેટલી જાડી રોટલી વડી તેને ચોરસ કટ કરી એક થાળીમાં કાઢી લો.

  4. 4

    એક કડાઈમાં તેલ ગરમ કરી શક્કરપારા ઉમેરી ધીમા તાપે સતત હલાવતા રહીને સોનેરી થાય ત્યાંસુધી તળી લો. તો તૈયાર છે શક્કરપારા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhumi Parikh
Bhumi Parikh @bhumi_27659683
પર
Anand
I am Dr. Bhumi Shaherawala working as Assistant Professor (Foods and Nutrition). I love cooking and want to serve different and innovative dishes...
વધુ વાંચો

Similar Recipes