ફ્રુટ સલાડ(Fruit Salad Recipe in Gujarati)

Jigisha Modi
Jigisha Modi @Jigisha_16

#GA4
#Week8
#Milk
જ્યારે પણ કોઈ મહેમાન આવવાના હોય અને મેનુ ની ચર્ચા ચાલતી હોય તયારે દરેક ગૃહિણી ના મનમા ફ્રુટ સલાડ આવી જ જાય. દૂધ અને ફ્રુટના આ સંગમ ને નાના મોટા સૌનું મન મોહી લીધુ છે તો ચાલો આજે આપડે પણ ફ્રુટ સલાડ ની જયાફત માણીએ.

ફ્રુટ સલાડ(Fruit Salad Recipe in Gujarati)

#GA4
#Week8
#Milk
જ્યારે પણ કોઈ મહેમાન આવવાના હોય અને મેનુ ની ચર્ચા ચાલતી હોય તયારે દરેક ગૃહિણી ના મનમા ફ્રુટ સલાડ આવી જ જાય. દૂધ અને ફ્રુટના આ સંગમ ને નાના મોટા સૌનું મન મોહી લીધુ છે તો ચાલો આજે આપડે પણ ફ્રુટ સલાડ ની જયાફત માણીએ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 - 50 મિનીટ
3 વ્યક્તિ માટે
  1. 1.5 લિટર- ફુલ ફેટ વાળું દૂધ
  2. 3 ટેબલ સ્પૂન- કસ્ટંર્ડ પાઉડર
  3. 6-7 ટેબલ સ્પૂન- ખાંડ (સ્વાદ અનુસાર ફેરફાર કરી સકો)
  4. 2મિડિયમ સાઈઝ - કેળા
  5. 3નાના - ચીકુ
  6. 1મોટુ - સફરજન
  7. 1મિડિયમ સાઈઝ નું - દાડમ
  8. જો નાખવા હોય તો કાજુ -બદામ પણ ઉમેરી સકાય

રાંધવાની સૂચનાઓ

45 - 50 મિનીટ
  1. 1

    ફુલ ફેટ વાળું દૂધ જાડા તળિયા વાળા વાસણ મા ગરમ કરવા મૂકવું.

  2. 2

    5 - 7 મિનીટ સુધી ઉકાળવા દેવું. સરખું ઉકળી જાય એટ્લે ખાંડ ઉમેરી હલાવી દેવું.

  3. 3

    1 નાના વાસણ મા થોડુ દૂધ કાઢી લેવુ. તે થોડુ ઠંડું થાય એટ્લે કસ્ટર્ડ પાઉડર ઉમેરી હલાવી લેવુ. ગઠ્ઠા ના પડે તેનુ ધ્યાન રાખવું.

  4. 4

    કસ્ટર્ડ પાઉડર ના મિશ્રણ ને દૂધ મા ઘીમે ઘીમે ઉમેરતા જવું. સતત હલાવતા રેહવું. તેમાં પણ ગઠ્ઠા ના પડે તેનુ ધ્યાન રાખવું.

  5. 5

    દૂધ સતત હલાવતા રેહવું.થોડીક વાર મા દૂધ જાડું થઈ જશે. જેવું જાડું થાય એટ્લે ગેસ બંધ કરી દેવો. ગેસ બંધ કર્યા પછી 1 મિનીટ સુધી તેને હલાવ્યા કરવું.

  6. 6

    દૂધ રુમ ટેમ્પરેચર પર આવે એટલે કેળા,ચીકુ,સફરજન ઝીણા સમારી ઉમેરી દેવા.

  7. 7

    સફરજન ને તરત જ ઉમેરી દેવું નહી તો એ કાળું પડવા માંડશે. બધા ફ્રુટ ઉમેરી મિક્સ કરી ફ્રિજ મા ઠંડું થવા મુકી દેવું. ઠંડું જ સરસ લાગે છે.

  8. 8

    સર્વ કરતી વખતે ઉપરથી દાડમ ઉમેરવું. જો લીલી દ્રાંશ મળતી હોય તો એને પણ 2 ફાડીયા મા સમારી ઉપર થી સર્વ કરી સકાય.

  9. 9

    દાડમ કે દ્રાંશ પેલા થી નહી નાખવી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jigisha Modi
Jigisha Modi @Jigisha_16
પર

Similar Recipes