ચણા ની દાળ નો શીરો (Chana Dal Sheera Recipe In Gujarati)

Shital Jataniya
Shital Jataniya @shital10

#PR

ચણા ની દાળ નો શીરો (Chana Dal Sheera Recipe In Gujarati)

#PR

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
  1. ૧ કપચણા ની દાળ
  2. ૧.૫ કપ ઘી
  3. ૧ કપદૂધ
  4. ૧ કપદૂધ ની મલાઇ
  5. ૧/૨ કપકેસર વારું દૂધ
  6. ૩/૪ ખાંડ
  7. ૨ ચમચીસૂકોમેવો

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    પેલા ચણાદાળ ને ૪_૫ કલાક પલાળી રાખવી પછી તેને નિતારી પસ્તી મા રાખી હવામાં કોરી થવા દેવી.

  2. 2

    હવે ૧ ચમચો ઘી નાખી દાળ ને ધીમી આંચ પર બદામી કલર થાય ત્યાં સુધી સેકવી ને તેને ઠરવા દેવી ને ઠરી જાય એટલે મિક્સચર માં દર્દરી પીસી લેવી.

  3. 3

    ને પીસાઈ જાય એટલે ૧ ચમચો ઘી નાખી સેક્વું ને થોડો બ્રાઉન કલર થાય એટલે તેમાં પાછો ૧ ચમચો ઘી નાંખવું ને સેક્તા રેવું.

  4. 4

    હવે સરસ સેકાઇ ગયું છે એટલે તેમાં પેલા દૂધ નાખી ચડવા દો ને દુધ સોસાય જાય એટલે તેમાં મલાઇ નાખી ચડવા દો.

  5. 5

    હવે કેસર વારું દૂધ નાખવું ને ખાંડ નાંખી ચડવા દો.

  6. 6

    હવે છેલે તેમાં પાછું ૧ ચમચા જેટલું ઘી નાખી ઢાંકણ ઢાંકી ચાડવા દેવું ને ઘી હવે છૂટું પડી જાય એટલે આપણો હલવો રેડી હવે થોડો સૂકોમેવો અંદર નાંખી હલાવી ઉતારી લો.

  7. 7

    આ રિતે રેડી છે આપનો ચણા ની દાળ નો હલવો જે સ્વાદ મા એકદમ લાજવાબ બને છે ને ખાસો તો ખાતા જ રહી જશો.
    હવે તેને એક પ્લેટ માં કાઢી માથે સૂકોમેવો છાંટી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shital Jataniya
Shital Jataniya @shital10
પર
I love cooking.❤️❤️I like to cook different recipes.😋😋
વધુ વાંચો

Similar Recipes