તરી પૌઆ (Tarri Poha Recipe In Gujarati)

Unnati Desai
Unnati Desai @unns_cooking
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. તરી બનાવવા માટે
  2. ૧ વાટકીસૂકા સફેદ વટાણા
  3. ૨ નંગડુંગળી
  4. ૨ નંગટામેટા
  5. ૭-૮ કળી લસણ
  6. ૪-૫ નંગ લીલા મરચા
  7. ૧/૨ઈચ આદુનો ટુકડો
  8. ૩ ચમચીસેવ ઉસળ મસાલો
  9. મીઠું સ્વાદ અનુસાર
  10. પાણી જરૂર મુજબ
  11. ૪ ચમચીતેલ
  12. બટાકા પૌવા બનાવવા માટે
  13. બાઉલ પૌવા
  14. ૧ નંગઝીણો સમારેલો બટાકા
  15. ૨ નંગઝીણી સમારેલી ડુંગળી
  16. ૩-૪ નંગ સમારેલાં લીલા મરચાં
  17. ૧/૪ ચમચીહળદર
  18. ૩ ચમચીખાંડ
  19. લીંબુનો રસ
  20. મીઠું સ્વાદાનુસાર
  21. ૩ ચમચીતેલ
  22. ૧/૨ ચમચીરાઈ
  23. ૧/૪ ચમચીહિંગ
  24. લીલા ધાણા ગાર્નીશિંગ માટે
  25. સર્વ કરવા માટે
  26. સમારેલી ડુંગળી જરૂર મુજબ
  27. સમારેલા ટામેટા જરૂર મુજબ
  28. સેવ જરૂર મુજબ
  29. લીંબુની સ્લાઈસ જરૂર મુજબ
  30. લીલા ધાણા જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૂકા વટાણાને પાંચથી છ કલાક પલાળી તેને ચાર whistle વગાડી બાફી લો.

  2. 2

    એક મિક્સર જારમાં ટામેટા, ડુંગળી, આદુ, મરચા, લસણ લઈ તેની પેસ્ટ બનાવી લો. એક પેનમાં તેલ ગરમ કરી તેમાં બનાવેલી પેસ્ટ સાંતળી લો હવે તેમાં બાફેલા વટાણા ઉમેરો સેવ ઉસળ મસાલો બરાબર સાંતળી લો જરૂર મુજબનું પાણી ઉમેરી તરી તૈયાર કરી લો. પૌવા ને બરાબર ધોઈને પલાળી લો.

  3. 3

    બીજા એક પેનમાં તેલ રાઈ હિંગનો વઘાર કરી ડુંગળી સાંતળી લો ત્યારબાદ તેમાં બટાકા ઉમેરી લીલા મરચા ઉમેરી તેને ચડવા દો. ત્યારબાદ તેમાં પૌવા ઉમેરી બધા મસાલા ઉમેરી મિક્સ કરીને બટાકા પૌવા તૈયાર કરી લો.

  4. 4

    એક સર્વિંગ પ્લેટમાં પૌંઆ ઉપરથી તરી મૂકી ટામેટા ડુંગળી અને ધાણા ભભરાવો. પરથી સેવ ભભરાવવી લીંબુ ની સ્લાઇસ મૂકી સર્વ કરો.

  5. 5
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Unnati Desai
Unnati Desai @unns_cooking
પર

Top Search in

Similar Recipes