મસાલા નાનખટાઈ (Masala Nankhatai Recipe In Gujarati)

Bina Samir Telivala
Bina Samir Telivala @Bina_Samir

આ હેલ્ધી નાનખટાઈ ખાવા માં બહુ જ સ્વાદિષ્ટ લાગે છે અને બહુજ સ્પાઈસી છે. આમાં બાજરી નો લોટ વાપર્યો છે જે એને બીજી નાનખટાઈ થી અલગ
બનાવે છે.
#CB3
#DFT

મસાલા નાનખટાઈ (Masala Nankhatai Recipe In Gujarati)

3 કમેન્ટ્સ કરેલ છે

આ હેલ્ધી નાનખટાઈ ખાવા માં બહુ જ સ્વાદિષ્ટ લાગે છે અને બહુજ સ્પાઈસી છે. આમાં બાજરી નો લોટ વાપર્યો છે જે એને બીજી નાનખટાઈ થી અલગ
બનાવે છે.
#CB3
#DFT

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20  મીનીટ
15 -17 નંગ
  1. 1 કપમેંદો
  2. 1 કપબાજરી નો લોટ
  3. 5 ટી સ્પૂનબટર / ઘી
  4. 5 ટી સ્પૂનબુરુ સાકર
  5. 1/4 ટી સ્પૂનસોડા
  6. 1/4 ટી સ્પૂનબેકીંગ પાઉડર
  7. 3 ટી સ્પૂનતલ
  8. 1/2 ટી સ્પૂનદહીં
  9. 1/2 ટી સ્પૂનદૂધ (1-2 ટી સ્પૂન લઈ શકાય)
  10. 1 ટી સ્પૂનચીલી ફલેકસ
  11. 1/2 ટી સ્પૂનઆદુ ની પેસ્ટ
  12. 1 1/2 ટી સ્પૂનલીલા મરચાં પેસ્ટ
  13. 1/2 ટી સ્પૂનલાલ મરચું
  14. 1 ટી સ્પૂનઅજમો
  15. 1/2 ટી સ્પૂનકસુરી મેથી (ઓપ્શશનલ)
  16. મીઠું

રાંધવાની સૂચનાઓ

20  મીનીટ
  1. 1

    એક બાઉલ માં મેંદો, બાજરીનો લોટ, સોડા, બેંકીંગ પાઉડર અને લાલ મરચું ચાળી ને રાખવો.

  2. 2

    બટરને બીટર થી બીટ કરી ફ્લફી કરવું. દહીં નાંખી મીકસ કરવું.

  3. 3

    બધો મસાલો લોટ માં નાંખી મીકસ કરવું. 1 ટી સ્પૂન તલ નાંખી, જોઈતા પ્રમાણમાં દૂધ નાંખી મીકસ કરી નરમ લોટ બાંધવો. (1/2 - 1 ટી સ્પૂન દૂધ જશે).

  4. 4

    15 લુઆ કરી હાથે થી દબાવી ઉપર તલ ચોંટાડવા.

  5. 5

    એક મોટી કઢાઈ માં 1 1/2 કપ મીઠું નાંખી ધીમા તાપે ગરમ મુકવી. થાળી ને ગ્રીસ ને એને પણ ગરમ કરવી.

  6. 6

    થાળી માં નાનખટાઈ ના લુઆ મુકીને ઉપર ઢાંકણ ઢાંકીને,10 -12 મીનીટ કુક કરવું. કુક થઈ જાય એટલે બહાર કાઢી લેવી.

  7. 7

    નાનખટાઈ ઠંડી થાય પછી એરટાઈટ ડબ્બામાં માં ભરવી અને દિવાળી માં મહેમાનો ને સર્વ કરવી.

  8. 8

    નાનખટાઈ સાથે મસાલા નાનખટાઈ, બંને વેરાઇટી ખાવા ની બહુ જ મજા આવે છે.

લિન્ક્ડ રેસિપિસ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bina Samir Telivala
પર
Cooking is my passion.
વધુ વાંચો

ટિપ્પણીઓ (3)

Similar Recipes