ચોખાની ચકરી (Chokha Chakri Recipe In Gujarati)

Iime Amit Trivedi
Iime Amit Trivedi @Amit_cook_1410
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૪ કપ ચોખાનો લોટ
  2. ૨ કપ ઘઉનો લોટ
  3. ૧/૨ કપ ઘી
  4. ૧ ટી સ્પૂન અજમો (અધકચરો)
  5. ૨ ટી સ્પૂન જીરૂ (અધકચરૂં વાટેલ)
  6. ૨ ટી સ્પૂન તલ
  7. ૧/૨ ટી સ્પૂન હળદર
  8. ૨ ટી. સ્પૂન લાલ મરચું
  9. ૧/૨ ટી સ્પૂન હિંગ
  10. મીઠું સ્વાદ મુજબ
  11. ૨ ટી સ્પૂન આદુ-મરચાની પેસ્ટ
  12. તેલ (તળવા માટે)

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક મોટી કથરોટમાં ચોખાના લોટમાં ઘઉનો લોટ મીક્ષ કરવો. ત્યારબાદ તેમાં અજમો ઉમેરવો.

  2. 2

    સાથે સાથે તલ, હળદર અને હિંગ ઉમેરવા.

  3. 3

    આ ઉપરાંત તેમાં જીરૂ, લાલ મરચું અને મીઠું ઉમેરવા.

  4. 4

    પછી તેમાં આદુ-મરચાની પેસ્ટ તથા ઘી લઈ બધું સરસ રીતે મીક્ષ કરવું. (નોંધ: ઘી ને બદલે તમે દુધની મલાઈ કે માખણ પણ લઈ શકો.)

  5. 5

    લોટને ખુબ સરસ રીતે મસળવો. લોટને મુઠ્ઠીથી દાબી જોઈ લેવો. લોટ છુટ્ટો ના પડે તો સમજવું લોટનું મોણ બરાબર છે. હવે તેમાં ધીરે ધીરે પાણી ઉમેરી લોટ બાંધવો. લોટ મીડીયમ કઠણ રાખવો.

  6. 6

    હવે તૈયાર કરેલ લોટને સંચાને તેલથી ગ્રીસ કરી, ચકરીની જાળી રાખી તેમાં ભરવો. ચકરી પ્લાસ્ટિક પર પાડવી. તેલ ગરમ કરી તેમાં તળી લેવી. આપણી ટેસ્ટી ચકરી તૈયાર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Iime Amit Trivedi
Iime Amit Trivedi @Amit_cook_1410
પર

Similar Recipes