પાલક ખીચડી (Palak Khichdi Recipe In Gujarati)

Smitaben R dave
Smitaben R dave @Smita_dave
Bhavnagar

#CB10

પાલક ખીચડી એ ઉત્તર ગુજરાતના ઘરોમાં નિયમિત બનતી એકદમ હેલ્ધી ખીચડી છે.જે દરેક વ્યક્તિને માટે અનુરૂપ ખીચડી છે.સાથે બીજું કંઈ સર્વ ન કરો તો પણ ચાલે.

પાલક ખીચડી (Palak Khichdi Recipe In Gujarati)

#CB10

પાલક ખીચડી એ ઉત્તર ગુજરાતના ઘરોમાં નિયમિત બનતી એકદમ હેલ્ધી ખીચડી છે.જે દરેક વ્યક્તિને માટે અનુરૂપ ખીચડી છે.સાથે બીજું કંઈ સર્વ ન કરો તો પણ ચાલે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1ll કપ ચોખા
  2. 4 ચમચીમગની મોગર દાળ
  3. 0ll કપ પાલકની ભાજી જીણી સમારેલી
  4. 2 ચમચીલીલી તુવેરના દાણા
  5. 2 ચમચીલીલું લસણ જીણુ સમારેલુ
  6. 2 ચમચીલીલી ડુંગળીનો સફેદ ભાગ જીણો સમારેલો
  7. 2 ચમચીઘી
  8. 0ll ચમચી જીરૂ
  9. 0l ચમચીહીંગ
  10. ગાર્નિશીંગ માટે
  11. 2 ચમચીમીકસ લીલું, લસણ કોથમીર અને પાલક બધું જ જીણુ સમારેલુ
  12. ચપટીમરી પાઉડર
  13. 1 ચમચીઘી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ચોખા અને દાળ મીકસ કરી બે પાણીથી ઘોઈ 0llકલાક પલાળી દો.

  2. 2

    પાલક,લસણ,ડુંગળી, સમારી તૈયાર કરી દો.તુવેર ફોલી તૈયાર રાખો.

  3. 3

    ત્યારબાદ ગેસ પર કૂકરમાં ઘી મૂકો.ગરમ થતાં તેમાં જીરૂ ઉમેરો.ગુલાબી થાય પછી તેમાં ડુંગળી ઉમેરો. ડુંગળી સંતળાય જાય પછી તેમાં તુવેરના દાણા ઉમેરી તેને પણ સાંતળો.

  4. 4

    હવે પલાળેલા દાળ-ચોખાનું પાણી એક બાઉલમાં નીતારીને દાળ-ચોખા ઉમેરો.અને થોડી વાર તેને પણ સાંતળો.પછી લીલું લસણ અને પાલક ઉમેરીને સાંતળો.મીઠું, હળદર ઉમેરો અને દાળ-ચોખાનું નીતારેલુ પાણી ઉમેરી દો અને ચમચાથી હલાવી કૂકર બંધ કરી 2 વ્હીસલ બોલાવી લો.

  5. 5

    કૂકર સીઝે પછી એક નાના બાઉલમાં નીચે ઘીથી ગ્રીસ કરી મીકસ પાલક,લસણ,કોથમીર ને પાથરી દો. તેના પર ગરમાગરમ તૈયાર થયેલ ખીચડી પાથરી દો.

  6. 6

    સર્વિંગપ્લેટમાં. અન્મોલ્ડ કરી ઉપર મરી પાઉડર ભભરાવી ઘી રેડી આથેલા લાલ-લીલાં રાયતા મરચાં સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Smitaben R dave
Smitaben R dave @Smita_dave
પર
Bhavnagar

Similar Recipes