કાટલું (Katlu Recipe In Gujarati)

Jo Lly
Jo Lly @cook_27486580
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨ કલાક
૬ થી ૭
  1. ૪ કિલોઘઉં નો લોટ
  2. ૪ કિલોગોળ
  3. ૪ કિલોશુદ્ધ ઘી
  4. ૧ કિલોડાલડા ઘી (તળવા)
  5. ૪ નંગસૂકા ટોપરા ના વાટકા
  6. ૨૦૦ ગ્રામ ટોપરા નું ઝીણું ખમણ
  7. ૧૫૦ ગ્રામ અડદ નો લોટ
  8. ૨૫૦ ગ્રામ મેથી
  9. ૪૦૦ ગ્રામ કાટલું
  10. ૨૦૦ ગ્રામ બળદાણા
  11. ૨૦૦ ગ્રામ વેકરિયો
  12. ૨૦૦ ગ્રામ ચીમેડ
  13. ૧૫૦ ગ્રામ ગુંદ
  14. ૨૦૦ ગ્રામ ખાંડ નું બૂરું

રાંધવાની સૂચનાઓ

૨ કલાક
  1. 1

    સૌ પ્રથમ બળદાણા, વેકરીયો,ચિમેડ અલગ અલગ વારાફરતી નવશેકા સેકવા....ત્યાર બાદ ત્રણેય ને વારાફરતી ઝીણા દળવા... ગૂંદ,ટોપરું ડાલડા ઘી માં તળી લેવા...મેથી કાચી દળવી....બધું જ એક મોટા વાસણમાં ભેગુ કરવું...ઘઉં નો લોટ થોડા થોડા ઘી માં સેકવો..(થોડો આડો અવળો કરવો)..ટોપરા ના વાટકા નાના નાના અડધા વેઢા જેવડા કટકા કરવા...

  2. 2

    હવે ઘી બહુ આકરું ના થઈ જાય તેમ ગરમ કરવું પછી તેમાં ગોળ નાખી હલાવવું અને ફોડલા વળે ત્યારે બહુ લાલાશ પડતી આકરી પાઈ ન થાય તેમ બધું જ તેમાં નાખી અને છેલ્લે દળેલી મેથી તથા કાટલું નાખવું...એકદમ હલાવી લસ તૈયાર થઈ જાય એટલે થાળી માં ઘી લગાડી જેવડું દળ કરવું હોય તેવું થાળી માં પાથરવું..

  3. 3

    પથરાઈ ગયા બાદ તાજા તાજા આકા પાડી લેવા અને ઉપર ટોપરા નું ખમણ વેરી દેવું...બીજા દિવસે થાળી માંથી ઉખેડી લેવું...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jo Lly
Jo Lly @cook_27486580
પર

Similar Recipes