કાટલું (Katlu Recipe In Gujarati)

Dipali Dholakia
Dipali Dholakia @cook_26390113
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

એક કલાક
વસાણા માટે
  1. 250 ગ્રામ કાટલું
  2. 25 ગ્રામચિમેડ પાઉડર
  3. 25 ગ્રામબળદાણા પાઉડર
  4. 25 ગ્રામવેકરીયા પાઉડર
  5. 250 ગ્રામ ઘઉંનો શેકેલો લોટ
  6. 50 ગ્રામતળેલો ગુંદર
  7. 50 ગ્રામતળેલુ ટોપરૂ
  8. 100 ગ્રામ સૂકી મેથી નો પાઉડર
  9. 100 ગ્રામ સૂંઠ પાઉડર
  10. 500 ગ્રામદેશી ઘી
  11. 500 ગ્રામગોળ
  12. 50 ગ્રામટોપરાનું જાડુ ખમણ

રાંધવાની સૂચનાઓ

એક કલાક
  1. 1

    એક વાસણમાં થોડું ઘી લઇ ઘઉંના લોટને શેકી લો. તે જ વાસણમાં બીજું થોડું ઘી લઇ ગુંદર અને ટોપરા ને તળી લો. દરમ્યાનમાં મેથીનો પાઉડર અને સૂંઠ પાઉડર પણ તૈયાર કરી દો. ગોળને પણ છીણી ને તૈયાર કરી દો

  2. 2

    હવે કાટલું, ચિમેડ પાઉડર, બળદાણા પાઉડર, વેકરીયા પાઉડર, સૂંઠ પાઉડર અને મેથી પાઉડર ને મિક્સ કરી લ્યો

  3. 3

    એક મોટા પેનમાં ઘી ગરમ કરી ગોળનો પાયો તૈયાર કરો. ગેસ ને તરત બંધ કરી દેવો. હવે નીચે ઉતારી તેમાં તૈયાર કરેલા બધા પાઉડર ગુંદ અને ટોપરું ઉમેરી દો

  4. 4

    ગુંદ અને ટોપરુ ઉમેરાઈ જાય એટલે મિશ્રણને એક સરખું હલાવી લો. હવે તેમાં જરૂર પડે એટલો ઘઉં નો લોટ ઉમેરો. આ મિશ્રણને બહુ જાડુ કરવાનું નથી

  5. 5

    હવે તૈયાર મિશ્રણને એક થાળી અથવા ચોરસ ટ્રેમાં કાઢી લ્યો. અને આ મિશ્રણને એક સરખું પાથરી દયો.. ઉપરથી ટોપરાનુ જાડુ ખમણ ભભરાવો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Dipali Dholakia
Dipali Dholakia @cook_26390113
પર

ટિપ્પણીઓ (14)

Sudha Agrawal
Sudha Agrawal @SudhaAgrawal_123
@cook_26390113 Wow Super - duper
Hi
All your recipes are yummy & delicious . You can check my profile and like, comment, follow me if u wish 😊😊

Similar Recipes