ભરેલા મરચાંના ભજીયા (Bharela Marcha Bhajiya Recipe In Gujarati)

Juliben Dave
Juliben Dave @julidave

#WK1
વિન્ટર કિચન ચેલેન્જ - Week 1

હાલમાં સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ સર્જાયો છે. આ દરમ્યાન ભરેલા મરચાના ભજીયા ખાવાની ખુબ જ મજા પડી જાય છે. ત્યારે વડી ગુજરાતીઓ ખાવાના ખૂબ શોખીન હોય છે. એવામાં પણ જો વરસાદ આવતો હોય અને કઇક ગરમ-ગરમ મજેદાર ખાવાનું મળી જાય તો તેની મજા બમણી થઇ જાય છે

ભરેલા મરચાંના ભજીયા (Bharela Marcha Bhajiya Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે

#WK1
વિન્ટર કિચન ચેલેન્જ - Week 1

હાલમાં સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ સર્જાયો છે. આ દરમ્યાન ભરેલા મરચાના ભજીયા ખાવાની ખુબ જ મજા પડી જાય છે. ત્યારે વડી ગુજરાતીઓ ખાવાના ખૂબ શોખીન હોય છે. એવામાં પણ જો વરસાદ આવતો હોય અને કઇક ગરમ-ગરમ મજેદાર ખાવાનું મળી જાય તો તેની મજા બમણી થઇ જાય છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 100 ગ્રામમિક્સ નમકીન (ચવાણું),
  2. 100 ગ્રામલીલા મરચા,
  3. 1/2 ટેબલ સ્પૂનમીઠું,
  4. 1/2 ટેબલ સ્પૂનધાણાજીરું,
  5. ચપટીઅજમા,
  6. 2 ટેબલ સ્પૂનબારીક સમારેલ કોથમીર,
  7. 1 ટેબલ સ્પૂનલીંબુનો રસ,
  8. તળવા માટે તેલ…
  9. 200 ગ્રામચણાનો લોટ,
  10. 2 નંગબાફેલા બટેટાનો માવો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ મિક્સરના નાના જારમાં ચવાણું ક્રશ કરી લો. થોડું થોડું ચવાણું લઈને ક્રશ કરવું જેથી ફાઈન ક્રશ કરી શકાય. ચવાણું ક્રશ કરી એક નાના બાઉલમાં કાઢી લો. તેમાંબટેટાનો માવો, કોથમીર અને લીંબુ નો રસ નાખો અને બરાબર મિક્સ કરી લો. લીંબુ નો થોડો રસ બચાવવો જે આપણે બેટરમાં યુઝ કરીશું. આ મસાલામાં દાડમના દાણા પણ નાખી શકાય. જરૂર મુજબ તેલ નાખીને બરાબર મિક્સ કરી લો. મેં 2 ટેબલ સ્પૂન તેલ છે. ચવાણુમાં બધા જ મસાલા હોય છે માટે આપણે કોઈપણ જાતના મસાલા કે મીઠું નાખવાની જરૂર નથી.

  2. 2

    હવે આપણે મરચામાં તૈયાર કરેલ સ્ટફિંગ ભરીશું. આખા મરચાના ભરેલા ભજીયા બનાવવા માટે હંમેશા મોટા ઘોલર મરચા પસંદ કરવા જેથી મસાલો સરસ રીતે ભરી શકાય. મરચાને ઉભા કાપા મૂકીને મસાલો ભરો. આખા મરચાની અંદર મસાલો બરાબર ભભરાવવો. હવે ભજીયા માટેનું બેટર તૈયાર કરી લો. બેટર બનાવવા માટે એક મોટા વાસણમાં ચણાનો લોટ લો, બેસન અથવા ઘરે દળેલ લોટ પણ લઈ શકાય.

  3. 3

    લોટ હંમેશા ચાળીને જ યુઝ કરવાનો આગ્રહ રાખવો. બેસનમાં ચપટી અજમાં, મીઠું, હિંગ, ધાણાજીરું અને લાલ મરચું નાખો. બધું બરાબર મિક્સ કરી લો. ત્યારબાદ તેમાં થોડું થોડું કરીને 250 મિલી પાણી નાખી ઘટ્ટ બેટર તૈયાર કરી લો. લમ્પસ બિલકુલ ના રહેવા દેવા. ત્યારપછી તેમાં ચપટી કુકીંગ સોડા અને તેના પર સહેજ લીંબુનો રસ નાખી ફરીથી મિક્સ કરી લો.

  4. 4

    ભજીયા તળવા માટે કડાઈમાં તેલ લઇ ગરમ કરો, તેલ મીડીયમ જ ગરમ કરવાનું છે. ભરેલા મરચાને બેટરમાં બોળી દો, આખા મરચા પર લોટ ચડી જાય એ રીતે બેટરમાં બોળી દો. લોટ મરચા પર ચડી જાય એટલું ઘાટ્ટુ બેટર રાખવાનું છે. જો જરૂર જણાય તો ચણાનો લોટ ઉમેરી બેટરને ઘટ્ટ કરી શકાય. હવે આ મરચાને ધીમેથી તેલમાં મૂકીને તળી લો, એક સાથે ત્રણ ચાર મરચા મૂકીને તળી લો. ફેરવીને તળી લો, કલર સહેજ ડાર્ક થાય ત્યાં સુધી મરચાને ફેરવીને તળી લો. તો તૈયાર છે મરચાના ભરેલા ભજીયા, તેને ગ્રીન ચટણી તેમજ ખજૂર-આંબલીની મીઠી ચટણી સાથે ગરમાગરમ સર્વ કરો.

  5. 5

    મેં સોસ સાથે પીરસ્યા છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Juliben Dave
Juliben Dave @julidave
પર

Similar Recipes