વેજ રવા ઉપમા (Veg Rava Upma Recipe In Gujarati)

Jyotsana Prajapati
Jyotsana Prajapati @j_8181
શેર કરો

ઘટકો

  1. 1 વાટકીરવો
  2. 3 વાટકીપાણી
  3. 1 કપસમારેલા ગાજર
  4. 1/2 કપવટાણા
  5. 1 કપસમારેલી ડુંગળી
  6. 1બટેટું ઝીણું સમારેલું
  7. 2 ચમચીતેલ
  8. 1/2 ચમચીરાઈ
  9. 1/2 ચમચીજીરૂ
  10. 1 ચમચીઅડદની દાળ
  11. 1 ચમચીચણાની દાળ
  12. 1 ચમચીલીલા મરચાની કટકી
  13. મીઠો લીમડો
  14. 1/2 ચમચીલીંબુનો રસ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પહેલા રવાને શેકી લો.

  2. 2

    હવે એક લોયામાં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય પછી તેમાં રાઈ, જીરુ અને હીંગ ઉમેરો પછી તેમા અડદ અને ચણાની દાળ ઉમેરો. તે બ્રાઉન થાય ત્યા સુધી સાંતળી લો. પછી તેમાં મીઠો લીમડો અને લીલા મરચાની કટકી ઉમેરો.

  3. 3

    પછી તેમાં સમારેલી ડુંગળી ઉમેરીને બે ત્રણ મિનિટ સુધી સાંતળી લો. પછી તેમાં ગાજર, બટાકા અને વટાણા ઉમેરી બરાબર મિક્સ કરી લો અને પછી તેમા હળદર અને મીઠુ ઉમેરી તેલમા ચડવા દો.

  4. 4

    બધું શાકભાજી બરાબર ચડી જાય પછી તેમા લીંબુ નો રસ ઉમેરી મિક્સ કરી લો.તેમા પાણી ઉમેરો અને પાણી ઉકળવા દો.

  5. 5

    પાણી ઉકળી જાય પછી તેમાં રવો ઉમેરતા જાવ અને હલાવતા રહો હવે બધું બરાબર મિક્સ થઈ જાય પછી ગેસ બંધ કરી દો.

  6. 6

    તૈયાર છે વેજ રવા ઉપમા

  7. 7
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jyotsana Prajapati
પર

Similar Recipes