લીલી ડુંગળી નું શાક (Lili Dungli Shak Recipe In Gujarati)

Juliben Dave
Juliben Dave @julidave

ફૂડ ફેસ્ટિવલ
#FFC3
week3

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૮-૯ નંગલીલી ડુંગળી
  2. ૧ નંગગાજર નું છીણ
  3. ૪-૫લીલી ડુંગળીના પણ
  4. ૨ નંગટામેટાં
  5. ૨ નંગલીલા મરચા
  6. ૨ ચમચીકોબીજ સમારેલી
  7. ૧ નંગકેપ્સિકમ
  8. ૨ નંગસૂકા મરચા
  9. ચપટીહિંગ
  10. મીઠું સ્વાદમુજબ
  11. તેલ જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ લીલી ડુંગળી સારી રીતે ધોઈ સાફ કરી બન્ને અલગ અલગ સમારી લ્યો
    બીજા શાકભાજી પણ સમારી લ્યો ચાર થી પાંચ પણ જ લેવા

  2. 2

    હવે કડાઈમાં તેલ ગરમ મૂકી તેલ સહેજ ગરમ થાય એટલે હિંગ અને સૂકા મરચાનો વઘાર કરી ડુંગળી ઉમેરવી,
    ત્યારબાદ બધા જ શાક વારાફરતી ઉમેરી સ્વાદ મુજબ મીઠું ઉમેરવું,કેપ્સિકમ સૌ છેલ્લે ઉમેરવા કેમ કે તે વધુ ચડી જશે
    તો સ્વાદ નહીં આવે,

  3. 3

    બે થી ત્રણ મિનિટ ફાસ્ટ ગેસ પર ચડવા દઈને ગેસ બન્દ કરી દેવો, ચડાવતી વખતે સતત હલાવતા રહેવું અને ઢાંકણ ના ઢાંકવું
    તો તૈયાર છે લીલી ડુંગળીનું શાક. દરેક ભોજન સાથે ખુબ જ સરસ લાગે છે,

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Juliben Dave
Juliben Dave @julidave
પર

Similar Recipes