મોહનથાળ (Mohanthal Recipe In Gujarati)

Ketki Dave
Ketki Dave @ketki_10
Ahmedabad

#DTR
#cookpadindia
#cookpadgujarati
Sunday....મારા ત્યાં ૧૨ friends જમનારા હતા.... બધાની સ્પેશિયલ ફરમાઇશ..... તું જે બનાવીશ તે ખાઇ પાડિશુ પણ CHEF KETU નો મોહનિયો ( મોહનથાળ) તો જોઈએ જ જોઈએ ....I feel proud for that....

મોહનથાળ (Mohanthal Recipe In Gujarati)

#DTR
#cookpadindia
#cookpadgujarati
Sunday....મારા ત્યાં ૧૨ friends જમનારા હતા.... બધાની સ્પેશિયલ ફરમાઇશ..... તું જે બનાવીશ તે ખાઇ પાડિશુ પણ CHEF KETU નો મોહનિયો ( મોહનથાળ) તો જોઈએ જ જોઈએ ....I feel proud for that....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૯૦૦ ગ્રામ ચણાનો જાડો લોટ
  2. ૯૦૦ ગ્રામ ખાંડ
  3. ૮૦૦ ગ્રામ ઘી
  4. ૧. ૧/૪ કપ દૂધ + ૨૦ ચમચી દૂધ મોણ માટે
  5. ૧ ટીસ્પૂનઇલાઈચી પાઉડર
  6. ૧ ટીસ્પૂનજાયફળ પાઉડર
  7. ૧ ટીસ્પૂનજાવંત્રી પાઉડર
  8. કેસર ઘોળેલુ
  9. ૧/૪ કપ બદામ કતરણ
  10. ૧/૪ કપ પીસ્તા કતરણ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ચણાના લોટ મા ખાડો કરી ૨૦ ચમચી ગરમ દૂધ + ૧ કપ ગરમ ઘી લઇ ધાબુ દેવું...એને ૧૦ મિનિટ એમ જ રહેવા દેવું...& પછી ઘઉં ચારણી મા ઘસી ને ચાળી લો

  2. 2

    બાકી નું ઘી ગરમ કરવા મૂકો....એકદમ ગરમ થાય એટલે લોટ એકદમ ડાર્ક બ્રાઉન થાય ત્યાં સુધી શેકવો... અને શેકાઈ જાય એટલે એમાં દૂધ નાંખવું.... કણી પડી ઘી છૂટે ત્યારે ગેસ બંધ કરી દો.... બીજી બાજુ ખાંડ મા પાણી નાંખી ચાશણી કરવા મૂકો.... દોઢ તારી ચાશની થાય એટલે ગેસ બંધ કરી દો.... એમાં ઈલાયચી પાઉડર અને કેસર નાંખો...

  3. 3

    લોટ શેકાઈ જાય એટલે એમાં ચાશણી મીક્ષ કરો અને ૧|૨કલાક એમ જ રહેવા દો....થોડા બદામ & પીષ ઠસ્તા કતરણ નાંખો.... ત્યાર બાદ સર્વિંગ ડબ્બા મા ભરો & ઉપર બદામ & પીસ્તા કતરણ ભભરાવો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ketki Dave
Ketki Dave @ketki_10
પર
Ahmedabad

Similar Recipes