આંબળા મુખવાસ (Amla Mukhwas Recipe In Gujarati)

Smitaben R dave
Smitaben R dave @Smita_dave
Bhavnagar

#FFC4
#ફૂડ ફેસ્ટિવલ4
#Jigna

આમળા એ શિયાળામાં આવતું આરોગ્યપ્રદ ઔષધી ફળ છે.જેમાંથી આપણે અલગ અલગ રેશીપી બનાવી શકીએ છીએ,જેમ કે,મુરબ્બો,ચ્યવનપ્રાશ,જીવન,કેન્ડી,
મુખવાસ, શરબત,જામ,જેલી વગેરે વગેરે.આમાની રેશીપી અગાઉ પ્રસ્તુત કરેલ હોય આજે આપણે મુખવાસ બનાવીશું.
જે ખૂબ જ હેલ્ધી અને સ્વાદિષ્ટ છે.

આંબળા મુખવાસ (Amla Mukhwas Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#FFC4
#ફૂડ ફેસ્ટિવલ4
#Jigna

આમળા એ શિયાળામાં આવતું આરોગ્યપ્રદ ઔષધી ફળ છે.જેમાંથી આપણે અલગ અલગ રેશીપી બનાવી શકીએ છીએ,જેમ કે,મુરબ્બો,ચ્યવનપ્રાશ,જીવન,કેન્ડી,
મુખવાસ, શરબત,જામ,જેલી વગેરે વગેરે.આમાની રેશીપી અગાઉ પ્રસ્તુત કરેલ હોય આજે આપણે મુખવાસ બનાવીશું.
જે ખૂબ જ હેલ્ધી અને સ્વાદિષ્ટ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કિલોમોટા આંબળા
  2. 2 ચમચીકાળાં તલ
  3. 2 ચમચીસફેદ તલ
  4. મીઠું/સંચળ સ્વાદાનુસાર
  5. 3 ચમચીગોઠલીનો મુખવાસ (એવોઈડ થઈ શકે છે.)

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ આંબળાને ધોઈ સાફ કરી લેવા.પછી તેને ખમણી લો અને બે દિવસ પંખા નીચે સૂકવી લો.(તડકામાં આંબળાનો કલર બદલાઈ
    જશે).હથેળીમાં ક્રશ કરી લો.જો ભેજ લાગે તો તડકામાં 2.કલાક સૂકવી દો.જેથી એકદમ સૂકાઈ જશે.

  2. 2

    બંને તલ થોડા મીઠામાં 0ll કલાક પલાળી શેકી લો.ગોઠલીનો મુખવાસ, (હોય તો નહીં તો એવોઈડ કરી શકાય) તેને અધકચરો ક્રશ કરી લો.

  3. 3

    હવે સૂકાઈ ગયેલ આંબળા અને બંને તલ મિક્સ કરી દો.સાથે અને સ્વાદાનુસાર સંચળ પાઉડર ઉમેરી મિક્સ કરી લો.પછી તેમાં ક્રશ કરેલ ગોઠલીનો મુખવાસ મિક્સ કરી લો.તૈયાર છે આંબળાનો મુખવાસ.તેને એરટાઈટ ડબ્બા/બોટલમાં ભરી લો.

  4. 4

    ટિપ્સ:-આંબળાનો મુખવાસ નાના મોટા બધાજ ખાઈ શકે છે.ખૂબ જ હેલ્ધી,પાચન માટે ઉપયોગી છે.ડાયાબિટીસના,અસ્થમાના તથા શરદી-ઉધરસના દર્દીઓને માટે ખાસ ઉપયોગી છે.સ્વાદ મુજબ તેમાં અળસી,વરીયાળી, તલ/ગોઠલીનું પ્રમાણવધઘટ કરી શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Smitaben R dave
Smitaben R dave @Smita_dave
પર
Bhavnagar

ટિપ્પણીઓ

Similar Recipes