ઇન્સ્ટન્ટ ખમણ ઢોકળી

Kusum Parmar
Kusum Parmar @KUSUMPARMAR
શેર કરો

ઘટકો

  1. 1મોટી વાટકો ચણા નો લોટ
  2. ચમચી નુ માપ એક સરખી ચમચી રાખવી
  3. 1 ચમચીલીંબુ ના ફૂલ
  4. 1 ચમચીસાજી ના ફૂલ
  5. 5 ચમચીખાંડ
  6. 1 ચમચીમીઠું
  7. 1/4 ચમચીહળદર
  8. 2 ચમચીરવો
  9. પાણી જરૂર પ્રમાણે
  10. ઢોકળી ના વધાર માટે
  11. 3 ચમચીતેલ
  12. 3 ચમચીપાણી
  13. 1લીલુ મરચુંઝીણું સમારેલું
  14. લીમડા ના પાન એક ડાળખી
  15. 1/2 ચમચીપીસી ખાંડ
  16. 1/2 ચમચીરાઈ
  17. 1/2 ચમચીસફેદ તલ
  18. થોડી કોથમીર
  19. ખજુર આંબલી ની ચટણી
  20. લસણ ની ચટણી
  21. ડુંગળી
  22. લીલી ચટણી પણ લઇ શકાય

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક મોટા વાસણમાં લોટ મીઠું હળદર રવોભેગો કરો

  2. 2

    ચણા ના લોટ નો વાટકો લીધો છે તે વાટકા માં થોડોગરમ પાણી કરી તેમાં ખાંડ લીંબુ ના ફૂલ ઓગળી ચણા ના લોટ મા નાખી એક જ સાઇડ મા ચલાવી ગાંઠા ન રહે તે રીતે મિક્સ કરી લો

  3. 3

    એક મોટા વાસણમાં પાણી નાખી સ્ટેન્ડ મૂકો તેની ઉપર થાળી મૂકી પણી ગરમ કરવા મુકો

  4. 4

    એક નાની વાટકી માં સાજી ના ફૂલ ઓગળી તેને બેટર માં મિક્સ કરો એક જ સાઇડ ચલાવવુંઢોકળી જેવુ બેટર કરવુ જરૂર લાગે તો થોડુ પાણી નાખવું

  5. 5

    અને તરત જ ખીરુ થાળી મા પાથરી ઉપર મોટી થાળી ઢાંકી દેવી

  6. 6

    પંદર મિનિટ પછી થાળી બાહર કાઢી ઠંડી થવા દો ઠંડી પડે એટલે તેને અનમોલ્ડ કરી લો એટલે કે તેને ઉંધી પડી દો ઢોકળી ની નીચેની જાળી વાળી સાઇડ દેખાશે

  7. 7

    ઢોકળી ચાકા ની મદદ થી પીસ કરી લો

  8. 8

    એક વધરિયા મા તેલ ગરમ કરી રાઈ નો વધાર કરો રાઈ તતડે એટલે તેમાં તલ મીઠો લીમડો મરચું નાખી તરત પણી નાખી પીસી ખાંડ ઉમેરીને બરાબર મિક્સ ઢોકળી ના પીસ પર વધાર લગાવી કોથમીર નાખી બધી ચટણી ડુંગળી સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kusum Parmar
Kusum Parmar @KUSUMPARMAR
પર

Similar Recipes