બટાકા ની સૂકી ભાજી ફરાળી (Bataka Suki Bhaji Farali Recipe In Gujarati)

Hemaxi Patel
Hemaxi Patel @Hemaxi79
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 6 નંગમીડીયમ સાઈઝ ના બટાકા
  2. 1/2 કપશેકેલા શીંગદાણા નો અધકચરો ભૂકો
  3. 1 ટેબલ સ્પૂનઆદુ-મરચાં ની પેસ્ટ
  4. 8-10મીઠા લીમડાનાં પાન
  5. 1 નંગલીંબુ નો રસ
  6. સિંધવ જરૂર મુજબ
  7. 1 ટી સ્પૂનજીરુ
  8. 3 ટેબલ સ્પૂનતેલ
  9. 2 ટેબલ સ્પૂનસમારેલી કોથમીર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ બટાકા ને બાફી લેવા. ઠંડા પડે એટલે છાલ ઉતારી ને મોટા પીસ માં સમારી લેવા.

  2. 2

    હવે એક કડાઇ માં તેલ ગરમ કરી તેમાં જીરુ, લીમડો અને આદુ-મરચાં ની પેસ્ટ ઉમેરી સાંતળો. પછી તેમાં બટાકા ઉમેરીને મિક્સ કરી લો.

  3. 3

    હવે તેમાં શેકેલા શીંગદાણા, સિંધવ અને લીંબુ નો રસ ઉમેરી બરોબર મિક્સ કરી લેવું.

  4. 4

    2-3 મિનિટ પછી ગેસ બંધ કરી તેમાં કોથમીર ઉમેરી બરોબર મિક્સ કરી લો.

  5. 5

    તો તૈયાર છે બટાકા ની સૂકી ભાજી.

  6. 6
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hemaxi Patel
Hemaxi Patel @Hemaxi79
પર

ટિપ્પણીઓ (20)

Similar Recipes