દૂધી ના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)

Kusum Parmar
Kusum Parmar @KUSUMPARMAR
શેર કરો

ઘટકો

  1. 1 મોટો વાટકોઘઉં નો કરકરો લોટ
  2. નાની વાટકીચણા નો લોટ
  3. ૩૦૦ ગ્રામ દુધી છીણેલી
  4. 1/2 ચમચી હળદર
  5. 1 ચમચીલાલ મરચુ
  6. 2 ચમચીઆદુ મરચાં ની પેસ્ટ
  7. 2 ચમચીકોથમીર
  8. સ્વાદ પ્રમાણેમીઠું
  9. 5 ચમચીતેલ
  10. 1/2 ચમચી સાજી ના ફૂલ
  11. વધાર માટે
  12. 2 ચમચીતેલ
  13. 1/4 ચમચી રાઈ
  14. થોડી હિંગ
  15. જરૂર પ્રમાણે પાણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક બાઉલ મા વધાર સીવાય ની બધી સામગ્રી મિક્સ કરી પાણી નાખી થોડો નરમ લોટ બાંધી લો લોટ ને બહુ મસળવો નહી નહીતર મુઠીયા સોફ્ટ નહી બને

  2. 2

    એક સ્ટીમર મા પાણી નાખી સ્ટેન્ડ મુકી એક મોટા કાણા વારી ચારણી મા 1/2કલાક માટે બાફવા મુકો

  3. 3

    મુઠીયા ને ઠરવા દો આ મુઠીયા બહુજ નરમ બને છે એટલે તેના એક સરખા પીસ નહી બને

  4. 4

    એક વાસણમાં તેલ ગરમ કરી તેમાં રાઈ હીંગ નો વધાર કરી મુઠીયા વધારી લો તૈયાર છે ગરમા ગરમ મુઠીયા

  5. 5

    સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kusum Parmar
Kusum Parmar @KUSUMPARMAR
પર

Similar Recipes