પાનકી (Panki Recipe In Gujarati)

Hemaxi Patel
Hemaxi Patel @Hemaxi79

ઘી બનાવ્યા બાદ જે બગરુ ( કિટુ ) વધે એમાં લોટ અને મસાલા ઉમેરી ને રોટલા બનાવ્યા છે. આ રોટલા ૩-૪ દિવસ સુધી સારા રહે છે. આ રોટલા સાથે કેરી નું ખાટું અથાણું અને દહીં સાથે મસ્ત લાગે છે.

પાનકી (Panki Recipe In Gujarati)

ઘી બનાવ્યા બાદ જે બગરુ ( કિટુ ) વધે એમાં લોટ અને મસાલા ઉમેરી ને રોટલા બનાવ્યા છે. આ રોટલા ૩-૪ દિવસ સુધી સારા રહે છે. આ રોટલા સાથે કેરી નું ખાટું અથાણું અને દહીં સાથે મસ્ત લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ કપજુવાર નો લોટ
  2. ૧ કપઘઉંનો લોટ
  3. ૧ કપઘઉંનો કરકરો લોટ
  4. ૧/૨ કપબગરુ
  5. ૧/૪ કપશીંગદાણા નો ભુકો
  6. ૨ ટેબલ સ્પૂનતલ
  7. ૨ ટેબલ સ્પૂનસમારેલાં લીલાં મરચાં
  8. ૧ ટેબલ સ્પૂનઆદુ ની પેસ્ટ
  9. & ૧/૨ ટેબલ સ્પૂન લસણ ની પેસ્ટ
  10. & ૧/૨ ટી સ્પૂન લાલ મરચું પાઉડર
  11. ૨ ટી સ્પૂનધાણાજીરુ
  12. ૧/૨ ટી સ્પૂનહળદર
  13. મીઠું સ્વાદાનુસાર
  14. & ૧/૪ કપ હુંફાળું પાણી લોટ
  15. તેલ જરૂર મુજબ ‌

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક બાઉલમાં ત્રણેય લોટ અને બધા મસાલા ઉમેરવા.

  2. 2

    બરોબર મિક્સ કરી હુંફાળા પાણીથી નરમ લોટ બાંધી લેવો અને ૧૦-૧૫ મિનિટ માટે ઢાંકીને રેસ્ટ આપવો.

  3. 3

    હવે ગરમ‌ તવા ઉપર લુઓ મુકી હાથ ભીનો કરી રોટલો થેપી કાણાં પાડી લેવા. અને રોટલા ની ફરતે તેલ રેડવું.

  4. 4

    બંને બાજુ થી ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લેવા.

  5. 5

    આ રોટલા મેં ચા સાથે સર્વ કર્યા છે.

  6. 6
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hemaxi Patel
Hemaxi Patel @Hemaxi79
પર

Similar Recipes