જાલ મુરી કોલકતા નું સ્ટ્રીટ ફૂડ (Jhal Muri Kolkata Street Food Recipe In Gujarati)

Krishna Dholakia
Krishna Dholakia @krishna_recipes_

#30mins recipe
#SSR
#SuperSeptemberrecipes
#કોલકતા નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ ઝાલ મુરી
#ઝાલમુરીરેસીપી
ઝાલ મુરી એ કોલકતા નું સ્ટ્રીટ ફૂડ છે જે શેકેલા મમરા,બાફેલા બટાકા, ટામેટાં, ડુંગળી, ફણગાવેલા ચણા,બાફેલા પીળા વટાણા, ભાજા મસાલા, સંચળ પાઉડર, સરસવ ના તેલ,અથાણાં ના તેલ વગેરે ઘટકો ના ઉપયોગ કરી ને બનાવામાં આવે છે.
દુકાનો,શાળાઓ,કોલેજો, થીયેટર, ઉદ્યાન, બહાર કોઈપણ જગ્યાએ જયાં લોકો ને હળવા અને પોસાય તેવાં નાસ્તા ની જરૂર હોય ત્યાં આ ઝાલ મુરી ના વિક્રેતા વેચાણ કરે છે.
ટ્રેન માં પણ ઝાલ મુરી ના વેચાણ માટે પોતાના સેટ અપ સાથે ચડે છે...ને વેચાણ કરી લે છે....

જાલ મુરી કોલકતા નું સ્ટ્રીટ ફૂડ (Jhal Muri Kolkata Street Food Recipe In Gujarati)

#30mins recipe
#SSR
#SuperSeptemberrecipes
#કોલકતા નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ ઝાલ મુરી
#ઝાલમુરીરેસીપી
ઝાલ મુરી એ કોલકતા નું સ્ટ્રીટ ફૂડ છે જે શેકેલા મમરા,બાફેલા બટાકા, ટામેટાં, ડુંગળી, ફણગાવેલા ચણા,બાફેલા પીળા વટાણા, ભાજા મસાલા, સંચળ પાઉડર, સરસવ ના તેલ,અથાણાં ના તેલ વગેરે ઘટકો ના ઉપયોગ કરી ને બનાવામાં આવે છે.
દુકાનો,શાળાઓ,કોલેજો, થીયેટર, ઉદ્યાન, બહાર કોઈપણ જગ્યાએ જયાં લોકો ને હળવા અને પોસાય તેવાં નાસ્તા ની જરૂર હોય ત્યાં આ ઝાલ મુરી ના વિક્રેતા વેચાણ કરે છે.
ટ્રેન માં પણ ઝાલ મુરી ના વેચાણ માટે પોતાના સેટ અપ સાથે ચડે છે...ને વેચાણ કરી લે છે....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
  1. ૫૦ ગ્રામ - મુરી(શેકેલા મમરા)
  2. ૨૫ થી ૩૦ ગ્રામ - ચવાણું(ચણાચુર)
  3. ૧૫ ગ્રામ - સાદા ભુજિયા(સેવ)
  4. ૧ ચમચી ભાજા મસાલો
  5. ૧/૪ ચમચી - સંચળ પાઉડર
  6. ૧૫ ગ્રામ - વટાણા
  7. ૧૦ ગ્રામ - કાળાં ફણગાવેલા ચણા
  8. ૪ નંગ- ઝીણાં સમારેલા લીલાં મરચાં
  9. ૧/૨ ચમચી - જીણું સમારેલુ આદુ
  10. ૨ નંગ- બાફેલા બટાકા
  11. લાંબો કટકો - સૂકું નારિયેળ
  12. ૧/૨ ચમચી - લીલાં મરચાં ની પેસ્ટ
  13. ૨ ચમચી- કેરી ના અથાણાં નું તેલ(આમિર આચર તેલ)
  14. ૧ ચમચી- સરસવ નું તેલ
  15. ૨ નંગ- જીણી સમારેલી ડુંગળી
  16. ૨ નંગ- બી કાઢી જીણા સુધારેલા ટામેટાં
  17. ૧ નંગ- લીંબુ નો રસ
  18. સ્વાદ મુજબ - મીઠું

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ આગલા દિવસે વટાણા ને રાત્રે પાણી માં પલાળીને રાખો, પછી ધોઈ ને કૂકર માં પાણી અને જરુર મુજબ મીઠું ઉમેરી ને ડબ્બામાં રાખો,ફણગાવેલા ચણા ને ઢાંકણ માં છૂટા રાખો અને બટાકા ને બાફવા રાખો ૪સીટી બોલાવી લો.કૂકર ઠંડું થાય એટલે બટાકા ને કાઢી ઠંડા કરી છોલી,ઝીણાં કટકાં કરી લો,વટાણા ને નિતારી ને બાઉલમાં કાઢી લો.

  2. 2

    ડુંગળી, ટામેટાં ને જીણા કાપી લો ને બાઉલમાં અલગ અલગ રાખી લો, આદુ ને છોલી જીણાં કટકાં કરી લો,લીલાં મરચાં ને ધોઈ ને જીણા કાપી ને રાખી લો,લીલાં મરચાં ની પેસ્ટ બનાવી લો.નારિયેળ ના કટકાં કરી રાખો.

  3. 3

    ઝાલ મુરી બનાવવા માટે ની બધી જ સામગ્રી એકત્રિત કરી લો.

  4. 4

    હવે,એક મોટાં બાઉલમાં શેકેલા મમરા લો,તેમાં ચણાચુર(ચવાણું),ભુજિયા ઉમેરો,ભાજા મસાલો,સંચળ પાઉડર, બાફેલ પીળાં વટાણા,ફણગાવેલા ચણા, બાફેલા બટાકા ના કટકા,લીલા મરચાં ના કટકાં, આદુ ના કટકા,લીલાં મરચાં ની પેસ્ટ, નારિયેળ ના કટકા કરી ઉમેરી લો.થોડા ડુંગળી અને ટામેટાં ના ઝીણાં કટકાં ઉમેરી લો.

  5. 5
  6. 6
  7. 7
  8. 8

    પછી તેમાં અથાણાં નું તેલ, સરસવ નું તેલ, બીજા થોડા ડુંગળી અને ટામેટાં ના કટકાં ઉમેરો.

  9. 9

    પછી બધું જ સરસ ઝડપ થી સ્ટીલ ના ડબ્બામાં કાઢી ને ઝડપ થી મિક્સ કરો, છેલ્લે લીંબુ નો રસ ઉમેરી ને સરસ મિક્ષ કરી લો.અને સર્વે કરો.

  10. 10
  11. 11

    નોંધ : Https://cookpad.com/in-gu/r/16523379 ----ફણગાવેલા ચણા માટે

  12. 12

    Https://cookpad.com/in-gu/r/16523451 -----ભાજા મસાલો માટે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Krishna Dholakia
Krishna Dholakia @krishna_recipes_
પર
Cooking isn’t just something I do — it’s a piece of my heart, served on a plate.From the sizzle of spices in hot oil to the quiet joy of kneading dough with my hands, every dish I make carries a story, a memory, a feeling. Whether it's comfort food on rainy days or something bold that sparks curiosity, cooking is how I express love, creativity, and care.Each ingredient, every flavor, speaks of passion — not just for food, but for the smiles it brings, the moments it creates, and the warmth it spreads.✨ This isn’t just food. It’s a part of me.Come join my journey:https://www.instagram.com/krishna_recipes_?igsh=MXIzdzYwMXJ0Nno3OQ==
વધુ વાંચો

Similar Recipes