રસિયા મુઠીયા (Rasiya Muthia Recipe In Gujarati)

Kusum Parmar
Kusum Parmar @KUSUMPARMAR

#30mint મિનિટ રેસિપી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. દોઢ વાટકો ધઉં નો જાડો લોટ
  2. લોટ ના મસાલા માટે
  3. 1/2 ચમચી હળદર
  4. 1/2 ચમચી લાલ મરચુ
  5. સ્વાદ પ્રમાણેમીઠું
  6. 1/2 ચમચી સાજી ના ફૂલ
  7. 6 ચમચીતેલ
  8. લોટ બાંધવા માટે પાણી
  9. વધાર માટે
  10. 4 ચમચીતેલ
  11. 1/2 ચમચી રાઇ
  12. 1/4 ચમચી હિંગ
  13. જરૂર પ્રમાણે પાણી મે અહી ત્રણ ગ્લાસ પાણી નાખ્યુ છે
  14. રસા ના મસાલા માટે
  15. 1/4 ચમચી હળદર
  16. સ્વાદ પ્રમાણેમીઠું
  17. ગાર્નિશ માટે
  18. ઝીણી સમારેલી ડુંગળી
  19. તેલ
  20. લાલ મરચુ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક બાઉલ મા લોટ અને બધા મસાલા ઉમેરી સારી રીતે મિક્સ કરી લો

  2. 2

    સાજી ના ફૂલ ને ચાર ચમચી પાણી મા પલાળી દો અહી ફકત પાણી ઉમેરવાનું છે નીચે બેસેલો સફેદ ભાગ નથી ઉમેરવાનો

  3. 3

    હવે એક ટીન ની તપેલી માં તેલ ગરમ કરી તેમાં રાઈ હીંગ નો વધાર કરી પાણી નાખી ઉકળવા દો

  4. 4

    લોટ મા સાજી ના ફૂલ નુ પાણી નાખી સારી રીતે મિક્સ કરી જરૂર પ્રમાણે પાણી ઉમેરી નરમ લોટ બાંધી લો

  5. 5

    લોટ ના નાના મુઠીયા વાળી લો

  6. 6

    વધાર વાળુ પાણી ઉકળે એટલે તેમાં મુઠીયા ઉમેરી સારી રીતે ઉકળવા દો થોડી થોડી વારે ચલાવતા રહો મુઠીયા થોડા બફાય એટલે તેમાં હળદર મીઠું ઉમેરી દો

  7. 7

    મુઠીયા પાકી જાય છે ગેસ બંધ કરી લો તૈયાર છે રસિયા મુઠીયા

  8. 8

    હવે એક પ્લેટ મા ગરમા ગરમ મુઠીયા ઉપર ઝીણી સમારેલી ડુંગળી લાલ મરચુ તેલ ઉમેરી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kusum Parmar
Kusum Parmar @KUSUMPARMAR
પર

Similar Recipes