મગ નો સૂપ (Moong Soup Recipe In Gujarati)

Amita Soni
Amita Soni @Amita_soni
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૪ સર્વિંગ
  1. ૧ કપમગ
  2. નાનો ટુકડો આદુ
  3. કળી લસણ
  4. ૪-૫ મીઠા લીમડાના પાન
  5. ૧/૨ ચમચીહળદર
  6. ૧/૨ ચમચીકાશ્મીરી લાલ મરચું
  7. મીઠું સ્વાદ મુજબ
  8. ૨ ચમચીઘી
  9. ૧ ચમચીજીરૂ
  10. લીંબુ
  11. કોથમીર

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ મગની ધોઈને બે થી ત્રણ કલાક માટે પલાળી રાખો લસણ અને આદુની સમારી લો પછી કુકરમાં મગ લસણ આદુ અને જરૂર મુજબ પાણી નાખી ત્રણ સીટી વગાડીને બાફી લો

  2. 2

    બફાઈ ગયા પછી એમાં 1-1/2 કપ પાણી ઉમેરીને હેન્ડ બ્લેન્ડર વડે મિક્સ કરી લો પછી તેને ઉકળવા મૂકો તેમાં મીઠું હળદર લાલ મરચું નાખીને પાંચ મિનિટ માટે ઉકાળીને ગેસ બંધ કરી લો

  3. 3

    પછી વઘારીયામાં ઘી ગરમ કરી તેમાં જીરુ અને મીઠા લીમડાના પાન નાખીને તે વઘારને સૂપમાં રેડી દો પછી સૂપમાં કોથમીર અને લીંબુનો રસ નાખીને મિક્સ કરી લો

  4. 4

    તૈયાર છે હેલ્ધી એન્ડ ટેસ્ટી મગ નો સૂપ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Amita Soni
Amita Soni @Amita_soni
પર
l love cookingFood lover
વધુ વાંચો

Similar Recipes