મગ મસાલા (Moong Masala Recipe In Gujarati)

Rita Gajjar
Rita Gajjar @cook_27548052

#EB #WEEK7
મૂંગમસાલા

મગ મસાલા (Moong Masala Recipe In Gujarati)

#EB #WEEK7
મૂંગમસાલા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30થી 35 મિનિટ
૪ લોકો માટે
  1. 1બાઉલ મગ
  2. 1 મોટી ચમચીક્રશ કરેલા આદુ મરચાં લસણ
  3. 2 ચમચીતેલ
  4. ૭-8મીઠા લીમડાના પાન
  5. 1 ચમચીજીરૂ
  6. 1સૂકું લાલ મરચું
  7. 1તમાલપત્ર
  8. 1 મોટી ચમચીલાલ મરચું પાઉડર
  9. 1 ચમચીહળદર
  10. 1 ચમચીધાણાજીરૂ
  11. 1 ચમચીલીંબુ નો રસ
  12. 1ઝીણું સમારેલું ટમેટું
  13. પાણી જરૂર મુજબ
  14. કોથમીર

રાંધવાની સૂચનાઓ

30થી 35 મિનિટ
  1. 1

    સૌ મગને સારી રીતે ધોઈને કૂકરમાં બાફી લેવા

  2. 2

    હવે એક પેન મા તેલ મૂકી તેમા જીરુ સૂકું લાલ મરચું તમાલપત્ર હિંગ નાખીને એની અંદર ક્રશ કરેલા આદુ-મરચા-લસણની પેસ્ટ સાંતળવી

  3. 3

    પછી તેની અંદર મીઠા લીમડાના પાન ટામેટા નાખીને બે મિનિટ સાંતળી

  4. 4

    પછી તેની અંદર એ લાલ મરચું પાઉડર હળદર ધાણાજીરૂ અને મીઠું નાખી મિક્સ કરી મસાલા ને બે મિનીટ સાંતળવા

  5. 5

    પછી તેની અંદર અગાઉથી ગરમ કરેલું પાણી નાખી મિક્સ કરી તેની અંદર બાફેલા મગ નાખવા

  6. 6

    જો તમે મગ બાફતી વખતે મીઠું નાખ્યું હોય તો એ પ્રમાણે મીઠું નાખો

  7. 7

    હવે મગને ઘટ્ટ થાય ત્યાં સુધી ઉકળવા દેવા

  8. 8

    છેલ્લે તેમાં લીંબુનો રસ અને કોથમીર નાખી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rita Gajjar
Rita Gajjar @cook_27548052
પર

ટિપ્પણીઓ

Similar Recipes