ડ્રાયફ્રુટ્સ ચીકી (નટ્સ ચીકી)

#US
#Cookpadgujarati
ઉતરાયણ આવે એટલે દરેકના ઘરમાં ચીકી તો હોય જ છે. બધા જ લોકો તલની ચીકી શીંગદાણા ચીકી, દાળિયા ની ચીકી, કોપરાની ચીકી, ડ્રાયફ્રૂટ ચીકી આમ અલગ અલગ પ્રકારની ચીકી બનાવતા હોય છે.મેં ગોળ તેમજ ડ્રાયફ્રુટ ની મદદથી ખુબ જ ઝડપથી અને સરળતા થી બની જાય એવી સ્વાદિષ્ટ અને હેલ્ધી ડ્રાયફ્રૂટ ચીકી બનાવી છે. બધા જ ડ્રાયફ્રુટ વધતા ઓછા પ્રમાણમાં જરૂર મુજબ લઈ શકીએ છીએ.
ડ્રાયફ્રુટ્સ ચીકી (નટ્સ ચીકી)
#US
#Cookpadgujarati
ઉતરાયણ આવે એટલે દરેકના ઘરમાં ચીકી તો હોય જ છે. બધા જ લોકો તલની ચીકી શીંગદાણા ચીકી, દાળિયા ની ચીકી, કોપરાની ચીકી, ડ્રાયફ્રૂટ ચીકી આમ અલગ અલગ પ્રકારની ચીકી બનાવતા હોય છે.મેં ગોળ તેમજ ડ્રાયફ્રુટ ની મદદથી ખુબ જ ઝડપથી અને સરળતા થી બની જાય એવી સ્વાદિષ્ટ અને હેલ્ધી ડ્રાયફ્રૂટ ચીકી બનાવી છે. બધા જ ડ્રાયફ્રુટ વધતા ઓછા પ્રમાણમાં જરૂર મુજબ લઈ શકીએ છીએ.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક કડાઈમાં 1 ચમચીઘી લઈ કાજુ, બદામ, પિસ્તા, અખરોટ, મગજતરી ના બી, પમકીન સીડ્સ નાખી ધીમા તાપે ગુલાબી થાય ત્યાં સુધી રોસ્ટ કરી લેવા અને અલગ કાઢી લેવા. હવે તેમાં કિસમિસ ઉમેરી બરાબર મિક્સ કરી દેવી.
- 2
હવે એ જ પેન માં ગોળ લઈ મીડીયમ તાપે ઓગાળો. ગોળ ઓગળે એટલે તેમાં ઘી નાખી પાક થવા દો. (ઘી નાખવાથી શાઇનિંગ સરસ આવે છે) જ્યારે ગોળમાં બબલ્સ થવા માંડશે ત્યારે બે ટીપા પાણીમાં નાખી હાથેથી બટકાવી ચેક કરવું. જો એ ગોળ બટકી જાય તો સમજવું કે પાયો તૈયાર થઈ ગયો છે.
- 3
તો હવે તેમાં ચપટી સોડા ઉમેરી બરાબર મિક્સ કરી ગેસ ધીમો કરી દેવો અને રોસ્ટ કરેલા બધા જ ડ્રાયફ્રૂટ્સ નાખી બરાબર મિક્સ કરવું.
- 4
પહેલાથી જ ફોઈલ પેપરમાં ઘી લગાડી એક ડબ્બામાં રાખી દેવું. હવે તૈયાર કરેલો પાક તેમાં નાખી બરાબર ફેલાવી દેવું અને ગુલાબની પાંદડી તથા પમકીન સીડ્સ છાંટી થોડું પ્રેસ કરી દસ મિનિટ ઠંડુ થવા રાખવું.
- 5
હવે કટરની મદદથી મનપસંદ આકારના માં પીસ પાડી દેવા અને સર્વિંગ પ્લેટમાં કાઢી સર્વ કરવું તથા એર ટાઈટ ડબ્બામાં ભરી લેવું. તો તૈયાર છે હેલ્ધી ડ્રાયફ્રૂટ ચીકી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ડ્રાયફ્રુટ ચીકી (Dryfruit Chiki Recipe In Gujarati)
#USમકર સંક્રાત હોય ત્યારે અલગ અલગ ચીકી બનાવવામાં આવે છે મેં આજે ડ્રાયફ્રુટ ચીકી બનાવી છે Dipal Parmar -
દાળિયા તલ અને શીંગ ની ચીકી (Daliya Til Shing Chiki Recipe In Gujarati)
ઉતરાયણ આવે ત્યારે આપણે જાત જાતની ચીકીઓ બનાવીએ છીએ શીંગ તલ દાળિયા અને ડ્રાયફ્રુટ નો ઉપયોગ કરીને ચીકી બનાવી શકાય#US#cookpadindia#cookpadgujrati Amita Soni -
ખજૂર ડ્રાયફ્રુટ લાડુ (Khajoor Dryfruit Ladoo Recipe In Gujarati)
#US#cookpadgujaratiખજૂર ડ્રાયફ્રુટ લાડુ ખાવામાં સ્વાદિષ્ટ તો હોય જ છે પણ સાથે સાથે સ્વાસ્થ્યવર્ધક અને શક્તિવર્ધક પણ હોય છે. દરરોજ સવારે એક લાડુ ખાઈ લેવાથી શરીરમાં શક્તિનું સંચાર થાય છે અને શરીર હેલ્ધી રહે છે. આ લાડુ માટે બધા જ ડ્રાયફ્રુટ ના કટકાને ઘી માં રોસ્ટ કરી લેવા તેમજ ખજૂરને ઘી માં સાંતળી સોફ્ટ કરી લેવો જો ખજૂર કઠણ હોય તો મિક્સીમાં ચલાવી ક્રશ કરી અને રોસ્ટ કરવું. ત્યારબાદ બધું જ મિક્સ કરી લેવું અને સ્વિટનેસ લાવવા માટે અને હેલ્ધી બનાવવા માટે તેમાં મધ ઉમેરી લાડુ બનાવી લેવા. તો આમ આ લાડુ ઝડપથી અને સરળતા થી પણ બની જાય છે. Ankita Tank Parmar -
રોઝ એન્ડ ડ્રાયફ્રુટ્સ ચીકી (Rose & Dry Fruits Chikki recipe in Gujarati)
#KS#ડ્રાયફ્રુટ ચીકી#ચીકી ટ્રેડિશનલ સ્વીટ છે. શિયાળા માં ખાવાની મઝા આવે છે. યૂ. પી. અને બિહાર માં લયિયા પટ્ટી કહેવામાં આવે છે .ગોળ અને સાકર થી બનતી આ ચીકી યુ.પી. બિહાર માં લોહરી ના તહેવાર માં સર્વ કરાય છે .ચીકી ઘણા અલગ અલગ પ્રકાર ની બને છે. એમાં સીંગદાણા, કોકોનટ અને ડ્રાયફ્રુટ ની ચીકી કૉમન છે. આજે મે રોઝ અને ડ્રાયફ્રુટ ની ચીકી બનાવી છે. આ ખૂબ સ્વાદિષ્ટ અને કુરકુરી બને છે. Dipika Bhalla -
ડ્રાયફ્રુટ ચીક્કી (Dryfruit Chikki Recipe In Gujarati)
ચીક્કી એક ભારતીય મીઠાઈ છે જે અલગ-અલગ પ્રકારના ડ્રાયફ્રૂટ અને ગોળ અથવા ખાંડ ના ઉપયોગ થી બનાવવામાં આવે છે. ચીક્કી સામાન્ય રીતે ઉત્તરાયણ ના તહેવાર દરમિયાન બનાવવામાં આવે છે. શિયાળામાં ચીક્કી નું સેવન કરવાથી શરીરને તાકાત મળે છે અને શરીરમાં ગરમી જળવાઈ રહે છે કેમકે ચીક્કી બનાવવા માટે ડ્રાયફ્રુટ, ગોળ અને ઘી નો ઉપયોગ કરવામાં આવે છે.અલગ અલગ પ્રાંતમાં ચીક્કી અલગ અલગ નામથી લોકપ્રિય છે. અલગ અલગ પ્રકારની ચીક્કી ના નામ એમાં વપરાતી વસ્તુઓ પરથી આપવામાં આવે છે. ચીક્કી એક ખૂબ જ આરોગ્યપ્રદ અને સ્વાદિષ્ટ મીઠાઈ છે.#cookpadindia#cookpad_gu spicequeen -
તલ ના લાડુ અને ચીકી (Til Ladoo Chikki Recipe In Gujarati)
#US ઉતરાણ હોય એટલે તલની ચીકી ખવાય જ તલની ચીકી બધાને બહુ જ ભાવે છે અમારા ઘરમાં બધાને તલની ચીકી બહુ જ ભાવે છે Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
-
ડ્રાયફ્રુટ સેવૈયા
#RB18#Week18# માય રેસીપી ઈ બુક#Cookpad#Cookpadgujarati#Cookpadindia આજે મેં મારી મિત્ર નીતા ની ગમતી રેસીપી મીઠી મધુર ડ્રાયફ્રુટ સરવૈયા બનાવી છે તેને આ વાનગી ખૂબ જ પ્રિય છે તેને ડ્રાયફ્રુટ વાળી સેવૈયા ખૂબ ભાવે છે તેથી મેં આજે તેની મનપસંદ વાનગી સેવૈયા બનાવી છે આ વાનગી હું તેને ડેડીકેટ કરું છું Ramaben Joshi -
ચીકી (Chikki Recipe in Gujarati)
#GA4#Week18ઉતરાયણ માં બધા ને ત્યાં અલગ અલગ ચીકી બનતી જ હોય છે.મેં પણ બનાવી એટલે તમારી સાથે શેર કરી રહી છું. શિયાળા ની ૠતુ માં તલ,ગોળ,ડ્રાયફ્રુટ, સૂંઠ બધું આપણા શરીર ને ગરમ રાખે છે.તેલ માંથી કેલ્શિયમ મળે છે. Alpa Pandya -
તલ ની તથા ડ્રાય ફુટ ની ચીકી (Til Dryfruit Chiki Recipe In Gujarati)
#GA4 #Week18ક્રિસ્પી અને સોફ્ટ તલની ચીકી તથા ડ્રાય ફુટ ની ચીકીવિટામીન અને કેલ્શિયમ માટે તલ તથા ડ્રાયફ્રુટ જરૂરી છે Ramaben Joshi -
ગ્રેનોલા ચીકી (Granola Chiki Recipe In Gujarati)
#USગ્રેનોલા ચીકી એક હેલ્ધી અને ટેસ્ટી ચીકી છે જે ઘણી બધી વસ્તુ નું કોમ્બિનેશન કરીને બનાવવામાં આવે છે. Bhavini Kotak -
રોઝ નટ્સ એન્ડ સીડ્સ ચીક્કી (Rose Nuts & Seeds Chikki in Gujarati)
ચીક્કી બધા ને બહુ ભાવે છે. ક્રંચી અને મીઠી હોવાથી ખાસ બાળકો ની પ્રિય હોય છે. હવે તો ચીક્કી ઘણા બધા flavours ની બનાવવા માં આવે છે. જેથી આપણ ને ઘણા બધી વેરાઇટી અને ઓપ્શન મળી રહે છે. મેં આજે અહીંયા ગુલકંદ, નટ્સ અને સીડ્સ નું કોમ્બિનેશન કરીને chikki બનાવી છે.#GA4 #Week18 #chikki #ચીક્કી Nidhi Desai -
શીંગદાણા અને ચોકલેટ ની ચીકી (Shingdana Chocolate Chikki Recipe In Gujarati)
#MSઉતરાયણ સ્પેશ્યલ નવી રીત ની ચીકી, બાળકો અને મોટાઓને ભાવતી શીંગદાણા અને ચોકલેટ ની ચીકી Bina Talati -
ક્રેનબેરી બદામ ચીકી (Cranberry Almond Chikki Recipe In Gujarati)
#US#cookpadindia#cookpadgujarati#ઉત્તરાયણ સ્પેશ્યલઉતરાયણ માં બધા અલગ અલગ ચીકી બનાવતા હોય છે. મેં ક્રેનબેરી બદામ ની ચીકી બનાવી ટેસ્ટ માં સરસ બની તમે પણ જરૂર થી બનાવો. Alpa Pandya -
પીનટ તિલ કોઇન્સ (Peanut Til Coins Recipe In Gujarati)
#MS#cookpadindia#cookpadgujaratiઆપણે અલગ અલગ કેટલી પ્રકાર ની ચીકી જેમ કે તલ, બી, ડ્રાયફ્રૂટ્સ, દાળિયા, ટોપરા.. વગેરે ટેસ્ટ કરી છે પણ મેં આજે કંઈક અલગ અને યુનિક સ્ટાઇલ થી રેસિપી બનાવી છે.જેમાં બી અને તલ બંને નો સમાવેશ કરી ને એકદમ હેલ્થી અને સ્વાદિષ્ટ કોઇન્સ બનાવ્યા છે.મને આશા છે કે તમને બધા ને આ રેસિપી ગમશે 🙏😊 Sweetu Gudhka -
તલ ની ચીકી (Til Chikki Recipe In Gujarati)
ઉતરાયણ માં સ્પેશ્યલ બનાવાતી ચીકી,ચીકી શીંગ, તલ, ડ્રાયફ્રુટ, દાડિયા, મમરા વગેરે ની બનાવાય છે. Bina Talati -
રીચી રોઝ ડ્રાયફ્રુટ ચીકી (Richi Rose Dryfruit Chiki Recipe In Gujarati)
#KSચીકી એ લોનાવાલા ની ફેમસ રેસિપી છે બધા અલગ અલગ ઘણી ચીકી બનવતા હોઈ છે તો મેં આજે રીચી રોઝ ડ્રાયફ્રુટ ચીકી બનાવી છે. charmi jobanputra -
ચીકી(Chikki Recipe in Gujarati)
#GA4#week18#post1#chikki#cookpadgujrati#cookpadindiaમે અહીં શીંગદાણા અને મીક્સ ચીકી (શીંગદાણા, તલ, કોપરાનુ છીણ) ની ચીકી બનાવી છે ગોળ અને આ બધી વસ્તુઓ નાના મોટા બધા નીહેલ્થ માટે ખુબ જ સારી છે Bhavna Odedra -
હોળી સ્પેશિયલ ઠંડાઈ
#હોળીઆપણે ત્યાં હોળીમાં સ્પેશ્યલ ઠંડાઈ પીવામાં આવે છે ઠંડાઈ ખૂબજ હેલ્થી અને પૌષ્ટિક તત્વો થી ભરપૂર હોય છે ગરમીમાં એકદમ શરીરને ઠંડક અને તાજગી આપે છે Kalpana Parmar -
-
શીંગ ની ચીકી (Shing Chiki Recipe In Gujarati)
#GA4 #Week18 ચીકીનાના, મોટા બધા ને ભાવે તેવી શીંગ ની ચીકી બનાવી છે Rita Solanki -
ડબલ લેયર શીંગ ની ચીકી
#સંક્રાંતિઉતરાયણ આવી ગઈ તમે તલ, ડ્રાયફ્રુટ, દાળિયા કે કોપરાં, મમરા અને સીંગ ની ચીકી તો ઘણી ખાધી હશે પણ ડબલ લેયર ચીકી તમે કયારેય નહિ ખાધી હોય અને આ રેસીપી તમને youtube કે google ઉપર તો નહિ જ મળે. Daxita Shah -
ડ્રાય ફ્રુટ ચીકી(Dry Fruit Chiki Recipe In Gujarati)
#KSહેલ્ધી ટેસ્ટી ડ્રાય ફ્રુટ ચીકીડ્રાય ફ્રુટ ચીકી Ramaben Joshi -
લાડુ ( Laddu Recipe in Gujarati
ઈમ્યુનીટી વધારવા અને ઋતુ જ્યારે બદલાતી હોય ત્યારે સામાન્ય રોગોથી બચવા અને હેલ્થ ને જાળવી રાખવા માટે ડ્રાયફ્રૂટ ખાવા જ જોઈએ જ્યારે તમે વેજીટેરીયન હોવ તો મિનરલ્સ, વિટામિન્સ, હિમોગ્લોબીન, પૌટીન વધારવા માટે પણ ડ્રાયફ્રૂટ ખાવા જોઈએ, બાળકોને બધા ડ્રાયફ્રૂટ ગમતા હોતા નથી અને એ ખવડાવવા માટે આ લડ્ડુ ઉપયોગી છે, હેલ્ધી, હાઈજેનિક પણ છે આજે મેં રોસ્ટેડ ડ્રાયફ્રૂટ વડે અને માવા વડે લડ્ડુ બનાવ્યા છે જે ઉપવાસમાં પણ ખાઈ શકાય . Nidhi Desai -
-
પ્રોટીન રિચ હાર્ટ ચીકી (Protein Rich Heart Chiki Recipe In Gujarati)
#GA4#Week18#chikiઆપણે બધા લગભગ અલગ અલગ પ્રકાર ની ઘણી બધી ચીકી બનાવતા જ હોય છી.જેમકે તલ ની,શીંગદાણા ની, ડ્રાય ફ્રુટ. ની,.પણ આજે મે જે ચીકી બનાવી છે તે પ્રોટીન થી ભરપૂર છે અને એમાં પણ જે અધકચરી વરિયાળી નો ટેસ્ટ છે એ એકદમ સરસ લાગે છે.અને થોડો સુઠ પાઉડર પણ નાખ્યો છે જેથી કોઈ વસ્તુ પેટ માં ગેસ નો કરે Pooja Jasani -
અળસી અને તલ ની ચીકી
#MSઉતરાયણ હોય એટલે મારી ઘરે જુદી જુદી ચીકી બંને છે. પણ આ અળસી ની ચીકી ખુબ જ હેલ્થી છે. Arpita Shah -
ખજૂર પાક (Khajoor Paak Recipe In Gujarati)
શિયાળામાં ખજૂર ને ઘી અને સૂકા મેવા સાથે ખાવા ની મજા જ કઈ અલગ છે. સ્વાસ્થ્ય માટે ખૂબ સારું કામ કરે છે. જેને લાંબો સમય સુધી સાચવી શકી છે. Chhatbarshweta -
ડ્રાયફ્રૂટ ચીકી (Dry Fruit Chiki Recipe In Gujarati)
#GA4 #Week18 ઉતરાયણ માં અલગ અલગ ચીકી બનાવાય છે. Hetal Shah -
ડ્રાયફ્રુટ્સ બાર(Dryfruits bars recipe in Gujarati)
શિયાળામાં એનર્જી અને તાજગી મેળવવા ડ્રાયફ્રુટ્સ નું સેવન કરવું જોઇએ અને તે ખૂબ હેલ્ધી અને સ્વાસ્થ્યવર્ધક છે.#CookpadTurns4 Rajni Sanghavi
More Recipes
ટિપ્પણીઓ (8)