ભાવનગરી ગાંઠિયા

Dixita Dangar
Dixita Dangar @cook_15852362

ભાવનગરી ગાંઠિયા

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૫ મીનીટ
4 સર્વિંગ્સ
  1. ૨૫૦ ગ્રામ ચણાનો લોટ
  2. ૧/૨ ચમચી બેકિંગ સોડા
  3. ૧/૨ કપ તેલ
  4. ૨ ચમચી મીઠું
  5. ૧ નાની ચમચી અજમો
  6. ૨ ચમચી વાટેલાં કાળામરી
  7. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

૨૫ મીનીટ
  1. 1

    સૌપ્રથમ તમારે એક મોટા બાઉલમા ચણાનો લોટ લો અને આ લોટ એ બાંધવા માટે તમારે તેલ ગરમ કરવુ અને આ તેલ ગરમ થઈ જાય એટલે તમારે ગેસ એ બંધ કરી અંદર મીઠુ અને સોડા એ નાખી મિક્સ કરી આ તમારે તેલને ચણાના લોટમા મિક્સ કરી દો અને ત્યારબાદ તમારે ચણાના લોટમા હિંગ અને કાળામરી અને અજમો એ મસળીને નાખો અને ત્યારબાદ મસળીને થોડું થોડુ પાણી એ ઉમેરતા જાઓ અને લોટ તૈયાર કરો.

  2. 2

    આ સિવાય જેના માટે તમે લોટ એ એકદમ સોફ્ટ હોવો જરૂરી છે અને આટલો લોટ એ બાંધવા માટે તમારે લગભગ પોણો કપ પાણી લાગશે. અને આ લોટને તમારે લગભગ ૧૦ મિનિટ સુધી ફેંટીને તૈયાર કરવો અને ત્યારબાદ તમારે સેવ પાડવાના સંચામા આ મોટી જાળી સેટ કરો અને તેને હાથમા થોડુ તેલ એ લગાવી લોટ અંદર ભરો અને બીજી તરફ તમે તેલ એ ગરમ કરવા મૂકવુ અને આ ગાંઠિયા માટે તેલ મિડિયમ ગરમ હોવુ જોઇએ.

  3. 3

    તેલ એ ગરમ થઈ જાય એટલે તમારે તેલમા ગાંઠિયા પાડવા અને તેને વ્યવસ્થિત તળવા બસ તૈયાર છે સોફ્ટ ગાંઠિયા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dixita Dangar
Dixita Dangar @cook_15852362
પર

ટિપ્પણીઓ

Similar Recipes