રોઝ-લેમન જેલી

Swapnal Sheth
Swapnal Sheth @cook_15895977

#ઉનાળા
#રોઝ-લેમન જેલી
#10/04/19

હેલ્લો મિત્રો આજે મેં બાળકોને ભાવે એવી ટેસ્ટી અને એકદમ સહેલી જેલી નેચરલ વસ્તુઓ થી બનાવી છે. અત્યારે ઉનાળામાં ગુલાબ થી બનેલ વાનગી અને ગુલાબજળ શરીરને ખુબજ થન્ડક આપે છે.આ જ રીતમાં આપણે કોઈ પણ ફ્રુટનો જ્યુસ ઉમેરીને પણ બનાવી શકીએ.

રોઝ-લેમન જેલી

#ઉનાળા
#રોઝ-લેમન જેલી
#10/04/19

હેલ્લો મિત્રો આજે મેં બાળકોને ભાવે એવી ટેસ્ટી અને એકદમ સહેલી જેલી નેચરલ વસ્તુઓ થી બનાવી છે. અત્યારે ઉનાળામાં ગુલાબ થી બનેલ વાનગી અને ગુલાબજળ શરીરને ખુબજ થન્ડક આપે છે.આ જ રીતમાં આપણે કોઈ પણ ફ્રુટનો જ્યુસ ઉમેરીને પણ બનાવી શકીએ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૫૦ મિનિટ
૨ વ્યક્તિ
  1. ૨ અને ૧/૨ કપ પાણી
  2. ૧/૨ કપ આખી ખાંડ
  3. ૨ ટી સ્પુન લીંબુનો રસ
  4. ૨ ટીસ્પુન ગુલાબજળ અથવા ૧/૪ ટીસ્પુન રોઝ એસેન્સ
  5. ૫ ગ્રામ અગર અગર(ચાઈના ગ્રાસ)પાવડર
  6. થોડી ગુલાબની પાંદડીઓ જરૂર મુજબ
  7. ચપટી હળદર

રાંધવાની સૂચનાઓ

૫૦ મિનિટ
  1. 1

    ૧/૨ કપ પાણીમાં અગર અગર પાવડર નાખીને હલાવીને સાઈડ પર મુકી દો. એક તપેલીમાં ૨ કપ પાણીમાં ૧/૨ કપ આખી ખાંડ નાખીને ઊકળવા મુકો. ઊકળે એટલે તેમાં અગર અગરવાળું પાણી,થોડી ગુલાબની પાંખડી અને લીંબુનો રસ નાંખી ને હલાવતાં રહો. ૧૦-૧૫ મિનિટ ઘીમાં તાપે રાખીને હલાવતાં રહેવું, જેથી મિશ્રણ બરાબર મિક્સ થઈ જાય.

  2. 2

    પછી ગેસ પરથી ઉતારીને તેમાં ગુલાબજળ અથવા રોઝ એસેન્સ, મેં ગુલાબજળ નાખ્યું છે,(ચપટી હળદર કલર માટે નાખ્યું છે ના નાખીએ તો પણ ચાલે) અને ગુલાબની પાંદડીઓ નાંખીને હલાવીને ફિઝમાં સેટ થવા મુકી દેવું, ફ્રીઝરમાં અડધો કલાકમાં જ થઈ જશે. ફ્રિઝમાં નીચે મુકીએ તો થોડીવાર લાગશે.

  3. 3

    જેલી એકદમ પારદર્શક બને છે જેથી તેમાંથી અંદરની ગુલાબની પાંખડીઓ દેખાય છે, જે ખુબજ સુંદર લાગે છે. આપણે ફ્લેવર પ્રમાણે બીજું કોઈ પણ ડ્રાયફ્રૂટ્સ કે ફ્રુટ ના પીસ નાખી શકીએ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Swapnal Sheth
Swapnal Sheth @cook_15895977
પર

ટિપ્પણીઓ

Similar Recipes