ટામેટાં ની કઢી

Disha Prashant Chavda
Disha Prashant Chavda @Disha_11
USA

#મધર

આ રેસિપી મારી મમ્મી શિયાળા મા ખાસ બનાવતી. આની સાથે મરી નાખેલી મિક્સ દાળ ચોખા ની ખીચડી બનાવતી. ઠંડી માં ગરમ ગરમ ખીચડી કઢી ખાવાની મજા આવતી. આ કઢી સ્વાદિષ્ટ લાગે છે. લીલાં મસાલા નો સ્વાદ ખુબ જ સારો લાગે છે.

ટામેટાં ની કઢી

#મધર

આ રેસિપી મારી મમ્મી શિયાળા મા ખાસ બનાવતી. આની સાથે મરી નાખેલી મિક્સ દાળ ચોખા ની ખીચડી બનાવતી. ઠંડી માં ગરમ ગરમ ખીચડી કઢી ખાવાની મજા આવતી. આ કઢી સ્વાદિષ્ટ લાગે છે. લીલાં મસાલા નો સ્વાદ ખુબ જ સારો લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪ વ્યક્તિ માટે
  1. ૪ નંગ ટામેટા
  2. ૪ ચમચી ચણા નો લોટ
  3. ૧ લીલું મરચું
  4. ૧ મોટો ટૂકડો આદુ
  5. ૫ થી ૬ કળી લસણ
  6. ૧/૨ ચમચી હળદર
  7. ૧/૨ ચમચી લાલ મરચું
  8. ૧/૨ ચમચી ધાણજીરું
  9. મીઠું સ્વાદાનુસાર
  10. ૨ ચમચી ઘી
  11. લવિંગ
  12. ૧ ટુકડો તજ
  13. ૧ સૂકું લાલ મરચું
  14. તમાલપત્ર
  15. ૧/૨ ચમચી રાઈ
  16. ૧/૨ ચમચી જીરું
  17. ચપટીમેથી
  18. ચપટીહિંગ
  19. મીઠો લીમડો
  20. કોથમીર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ટામેટાં ને પાણી મા ઉકાળી લો.

  2. 2

    ઠંડુ થાય એટલે છાલ કાઢી લેવી. તેમાં ચણા નો લોટ, આદુ, મરચા, લસણ નાખી બ્લેન્ડર થી બલેન્ડ કરવું. પાણી નાખી ઉકાળવા મૂકવું

  3. 3

    તેમાં હળદર, મરચું, ધાણાજીરું અને મીઠું નાખી દેવું. લીમડો નાખવો. છાશ ની કઢી ની જેમ જ ઉકાળવું. જેથી લોટ સરખો ચડી જાય.

  4. 4

    વઘારિયા માં ઘી મૂકી તજ, લવિંગ, સૂકું લાલ મરચું, તમાલપત્ર, રાઈ, જીરું, મેથી અને હિંગ નાખવી. અને હવે વઘાર કઢી માં નાખી દેવો અને થોડી વાર ઉકાળવું. કઢી તૈયાર. આ કઢી ખીચડી, પુલાવ, ભાત સાથે પણ સર્વ કરી શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Disha Prashant Chavda
પર
USA
Cooking is therapy: Making meals helps to reduce stress, heal a broken heart, among other benefits.Cooking is love made Edible 🥰
વધુ વાંચો

ટિપ્પણીઓ (3)

Prerna Bhatt
Prerna Bhatt @cook_14694301
બહુ જ સરસ રેસીપી છે

Similar Recipes