ઓરીઓ પુડિંગ ડેઝર્ટ

BARKHA SHAH
BARKHA SHAH @cook_17373963
Ahmedabad

ઓરીઓ પુડિંગ ડેઝર્ટ

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
  1. સામગ્રી (4 બાઉલ માટે)
  2. કુકી ક્રમ (પ્રથમ લેયર)
  3. 7-8ઓરિઓ બિસ્કીટ
  4. 2 ટેબલ સ્પૂનબટર
  5. ઓરિઓ પૂડિંગ (બીજું લેયર)
  6. 2 ટેબલ સ્પૂનકોર્ન ફ્લોર
  7. અડધો કપ પાણી
  8. 100 ગ્રામવ્હાઈટ ચોકલેટ
  9. 1 કપદૂધ
  10. 1 ટેબલ સ્પૂનખાંડ
  11. 4-5ઓરિઓ બિસ્કીટ
  12. ચોકલેટ ગનાચે (ત્રીજું લેયર)
  13. અડધો કપ ડાર્ક ચોકલેટ
  14. અડધો કપ વ્હિપ ક્રીમ
  15. ગાર્નિશ માટે 2 થી 3 ઓરીઓ બિસ્કીટ

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    રીત-

    1 ) કુકી ક્રમ (પ્રથમ લેયર)
    7 થી 8 ઓરિઓ બિસ્કીટ ક્રશ કરીને એક બાઉલ માં કાઢો. તેમાં પીગળેલું બટર નાખી મિક્સ કરવું. તે મિશ્રણ ને ડેઝર્ટ ના બધા બાઉલમાં પાથરવું. 10 મિનિટ ફ્રીજ માં મૂકવું.

  2. 2

    2) ઓરિઓ પૂડિંગ (બીજું લેયર)
    એક બાઉલમાં કોર્ન ફ્લોર અને પાણી મિક્સ કરીને સાઈડમાં રાખવું. વ્હાઈટ ચોકલેટ ના નાના નાના પીસ કરવા. એક પેનમાં એક કપ દૂધ અને એક ટેબલ સ્પૂન ખાંડ નાખી ધીમા તાપે ઓગળવું. ખાંડ ઓગળે એટલે એમાં વ્હાઈટ ચોકલેટ ના પીસ નાખવા. ચોકલેટ ઓગળી જાય એટલે કોર્ન ફ્લોર ની સ્લરી નાખી ધીમે ધીમે ઘટ્ટ થાય ત્યાં સુધી હલાવવું. રબડી જેટલું ઘટ્ટ થાય એટલે નીચે ઉતારી લેવું અને નવશેકું થાય એટલે એમાં ઓરિઓ બિસ્કીટ ના પીસ કરીને નાખીને સાઈડમાં મૂકી દેવું.

  3. 3

    3) ચોકલેટ ગનાચે (ત્રીજું લેયર)
    એક બાઉલમાં ડાર્ક ચોકલેટ ના નાના પીસ કરો. હવે પેનમાં વ્હિપ ક્રીમ ગરમ કરવા મૂકવું. એ થોડું ગરમ થાય એટલે એમાં ડાર્ક ચોકલેટના બાઉલમાં નાખવું અને બરાબર મિક્સ કરીને એક રસ કરવું.

    ફ્રીજમાં મૂકેલા ચાર બાઉલ કાઢી ને એમાં તૈયાર કરેલું ઓરિઓ પૂડિંગ સરખા ભાગે પાથરવું. હવે એની ઉપર ચોકલેટ ગનાચે પાથરીને ત્રીજું લેયર તૈયાર કરવું. એના પછી એને સેટ કરવા એક કલાક ફ્રિઝ માં મૂકવું. એક કલાક પછી એ બરાબર ખાવા માટે તૈયાર થઇ જશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
BARKHA SHAH
BARKHA SHAH @cook_17373963
પર
Ahmedabad

ટિપ્પણીઓ

Similar Recipes