ચાપડી તાવો (chapdi tavo in gujarati)

Dipal Parmar
Dipal Parmar @dips

#માઇઇબુક
#પોસ્ટ23
સૌરાષ્ટ્ર ના લોકોને spicy વસ્તુ ખૂબ પ્રિય હોય છે તો આજે મેં બનાવ્યું રાજકોટ નું ફેમસ stret ફૂડ ચાપડી તાવો આમ તો આ શિયાળા ની વાનગી છે પણ કુછ હટકે

ચાપડી તાવો (chapdi tavo in gujarati)

#માઇઇબુક
#પોસ્ટ23
સૌરાષ્ટ્ર ના લોકોને spicy વસ્તુ ખૂબ પ્રિય હોય છે તો આજે મેં બનાવ્યું રાજકોટ નું ફેમસ stret ફૂડ ચાપડી તાવો આમ તો આ શિયાળા ની વાનગી છે પણ કુછ હટકે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 3 નાની વાટકીઘઉં નો કકરો લોટ
  2. 4 ચમચીમોંણ માટે તેલ
  3. 1/2જીરું
  4. ચપટીહિંગ
  5. 1 ચમચીતલ
  6. સ્વાદાનુસાર મીઠું
  7. તળવા માટે તેલ
  8. તાવા માટે
  9. ****
  10. 300 ગ્રામમિક્સ શાક( મેં અહીં બટેટા રીંગણ ફ્લાવર વટાણા લીધા છે
  11. 4ડુંગળી
  12. 4ટામેટાં
  13. 3 ચમચીઆદુ લસણ ની પેસ્ટ
  14. 2મરચા
  15. 1તમાલપત્ર 1 બાદયાન
  16. 1/2 ચમચી રાઈજીરું ચપટી હિંગ
  17. 3 ચમચીમરચુ
  18. 1/2હળદર
  19. 1 ચમચીધાણાજીરું
  20. 1/2 ચમચીગરમ મસાલો
  21. મીઠું સ્વાદાનુસાર
  22. 5ચમચા તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    લોટ લઈ તેમાં જીરું તલ હિંગ મીઠું અને મોણ નાખી લઈ હુંફાળા ગરમ પાણી થઈ લોટ બાંધી લયો

  2. 2

    હવે ભાખરી ના ગોયના ની જેમ હાથે થઈ દબાવી ને ચાપડી બનાવી લેવી

  3. 3

    હવે ગરમ તેલ કરી મઘ્યમ આંચ પર ચાપડી ને ગોલ્ડન અને કડક તળી લેવી

  4. 4

    બધા શાક ને ઝીણા સમારી લયો ટામેટાં ની પેસ્ટ કરી લયો ડુંગળી લીલા મરચા આદુ લસણ ની પેસ્ટ કરી લયો

  5. 5

    હવે 2 ચમચા તેલ ને ગરમ કરી બાદયા તમાલપત્ર હિંગ થઈ વઘાર કરી બધા શાક નાખી થોડું હળદર મીઠું અને પાણી નાખી 3 સિટી કરી લયો

  6. 6

    હવે એક લોયા માં બાકી નું તેલ ગરમ કરો તેલ આવી જાય એટલે રાઈ જીરું હિંગ થઈ વઘાર કરી ડુંગળી લસણ ની પેસ્ટ સાંતળો હવે તેમાં ટામેટાં ની પેસ્ટ ઉમેરી ચડવા દયો તેલ છૂટે એટલે મરચું હળદર ગરમ મસાલો ધાણાજીરું મીઠું એમ બધા મસાલા કરી લયો અને એ મિશ્રણ ને કુકર ના શાક માં મીક્સ કરી લયો જરૂર પ્રમાણે પાણી ઉમેરી ધીમા તાપે એકરસ થઈ જાય ત્યાં સુધી ઉકાળો આ શાક માં રસો વધારે હોય છે હવે કોથમીર છાટી ચાપડી ની સાથે પીરસો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Dipal Parmar
પર

Similar Recipes