ભરેલી ડુંગળી અને બટેટા ની ચીપ્સ નું ખારીયુ (dry Subji)

asharamparia
asharamparia @Asharamparia

#ડીનર
ફ્રેન્ડ્સ, એકદમ થોડા અને સિમ્પલ મસાલા સાથે તૈયાર કરેલું આ શાક ખીચડી - કઢી કે પરોઠા સાથે ખુબ જ સરસ લાગે છે. ફટાફટ બની જાય એવી આ રેસિપી નીચે મુજબ છે.

ભરેલી ડુંગળી અને બટેટા ની ચીપ્સ નું ખારીયુ (dry Subji)

#ડીનર
ફ્રેન્ડ્સ, એકદમ થોડા અને સિમ્પલ મસાલા સાથે તૈયાર કરેલું આ શાક ખીચડી - કઢી કે પરોઠા સાથે ખુબ જ સરસ લાગે છે. ફટાફટ બની જાય એવી આ રેસિપી નીચે મુજબ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 5-6બેબી ઓનીયન
  2. 1બટેટુ
  3. ભરવા નો મસાલો:-
  4. 3 ચમચીઘાણાજરુ
  5. 2 ચમચીલાલ મરચું પાવડર
  6. ૧/૨ ચમચી હળદર
  7. મીઠું સ્વાદ અનુસાર
  8. ૧/૨ ચમચી ગરમ મસાલો
  9. ૧/૨ ચમચી ચાટ મસાલો
  10. 2 ચમચીતેલ મોણ માટે
  11. 4-5કળી લસણની પેસ્ટ
  12. 3 ચમચીતેલ વઘાર માટે
  13. ૧/ ૨ ચમચી રાઈ અને જીરું
  14. ચપટીહિંગ
  15. કોથમીર ગાર્નિશિંગ માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ બટેટા ની છાલ કાઢી વોશ કરી ચીપ્સ કટ કરી લેવી અને ડુંગળી ની છાલ કાઢી વચ્ચે થી ૪ કટ કરી લેવા. એક બાઉલમાં ભરવાં ની સામગ્રી તૈયાર કરવી.

  2. 2

    ત્યારબાદ ડુંગળી માં મસાલો ભરી રેડી કરી એક વાસણ માં ૨ ગ્લાસ પાણી લઈ ઉપર કાણાં વાળો બાઉલ મુકી તેમાં ભરેલી ડુંગળી અને બટેટા ની ચીપ્સ સેટ કરી ફક્ત ૫ મિનિટ વરાળે બાફી લેવા જેથી વઘાર કરતી વખતે મસાલો બળી ના જાય અને ડુંગળી અને ચીપ્સ પણ કાચી ના રહે.

  3. 3

    ત્યારબાદ એક પેનમાં તેલ ગરમ કરી તેમાં રાઈ અને જીરું નો વઘાર કરી હિંગ ઉમેરી બાફેલા બટેટા અને ડુંગળી એડ કરી હાઈ ફલેમ પર જ ૩ થી ૪ મિનિટ કુક કરી ફલેમ ઓફ કરી બચેલો મસાલો ઉમેરી મિક્સ કરી લેવું

  4. 4

    ગરમાગરમ ખારીયુ (કોરુમોરુ શાક) સર્વિગ પ્લેટમાં કાઢી ઉપરથી કોથમીર ભભરાવી ગાર્નિશ કરીને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
asharamparia
asharamparia @Asharamparia
પર

Similar Recipes