ખાટું તીખું ગળ્યું અથાણું (khatu tikhu galyu pickle Recipe in Gujarati)

Urmi Desai
Urmi Desai @Urmi_Desai
નવસારી

#કૈરી
#અથાણુ_૩
આગળ પ્રકાશિત કરવામાં આવેલા અથાણાં કરતા આ એકદમ અલગ જ પ્રકારનું કેરી સંભારના મસાલા ઉમેરી બનાવેલ #તેલ વગરનું અથાણું છે. જે સ્વાદમાં #ખાટું_તીખું અને #ગળ્યું એમ ત્રણ પ્રકારના સ્વાદ એક જ અથાણાંમા છે. તો જરૂરથી એક વખત બનાવો. અને તેલ પણ ઉમેરવાનું નથી.આ અથાણું બનાવવા માટે કેરીના ટુકડા કરતાં દોઢ ગણી ખાંડ લેવાની રહેશે.

ખાટું તીખું ગળ્યું અથાણું (khatu tikhu galyu pickle Recipe in Gujarati)

#કૈરી
#અથાણુ_૩
આગળ પ્રકાશિત કરવામાં આવેલા અથાણાં કરતા આ એકદમ અલગ જ પ્રકારનું કેરી સંભારના મસાલા ઉમેરી બનાવેલ #તેલ વગરનું અથાણું છે. જે સ્વાદમાં #ખાટું_તીખું અને #ગળ્યું એમ ત્રણ પ્રકારના સ્વાદ એક જ અથાણાંમા છે. તો જરૂરથી એક વખત બનાવો. અને તેલ પણ ઉમેરવાનું નથી.આ અથાણું બનાવવા માટે કેરીના ટુકડા કરતાં દોઢ ગણી ખાંડ લેવાની રહેશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2+1/2 કિ.ગ્રા. તોતાપુરી કેરીના ટુકડા
  2. 3.750 કિલોગ્રામ ખાંડ
  3. 200-250 ગ્રામઅથાણાં સંભાર મસાલો
  4. 1-1+1/2 ચમચી હળદર પાવડર
  5. મીઠું સ્વાદાનુસાર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ કેરી ધોઈને છાલ ઉતારી એકસરખા ટુકડા કરી લો અને હળદર- મીઠું નાખી મિક્સ કરી 3 થી 4 કલાક સુધી અથાવા મૂકી દો. વચ્ચે 1+1/2 કલાક બાદ એક વખત હલાવી લો.

  2. 2

    આટલા ટુકડા 3 વખત કૂકરમાં બાફી લેવા. 4 કલાક બાદ એક ચાળણી લ‌ઈ 1વખત એમ 3 વખત કૂકરમાં પાણી અને સ્ટેન્ડ મૂકી 1 વ્હીસલ વગાડી બાફી લો. છેલ્લી વખતે બાફવા મૂકો ત્યારે ખાંડ મિક્સ કરેલી તપેલી ગેસ પર મૂકી દો.

  3. 3

    હવે જાડા તળિયા વાળા તપેલામાં ખાંડ લઈ એમાં 100 થી 150 મિ.લિ. પાણી ઉમેરી બરાબર મિકસ કરી લો. ધ્યાન રાખો કે પાણી ફક્ત ખાંડ મિક્સ કરી શકો એટલું જ લેવું.

  4. 4

    હવે તપેલી ગેસ પર મૂકી ધીમે ધીમે હલાવતા રહેવું નહીં તો ખાંડ તળિયે ચોંટી જશે. આ રીતે ચાસણી તૈયાર થઈ જશે.

  5. 5

    આ રીતે 90% ખાંડ ઓગળી જાય એટલે બાફેલા કેરીના ટુકડા ઉમેરીને બરાબર મિક્સ કરી હલાવતા રહો. ૨૦ થી 25 મિનિટ લાગશે.આ અથાણું બનાવતી વખતે ચાસણીના છાંટા ઉડશે એટલું ધ્યાન રાખવું પડશે.

  6. 6

    અઃ રીતે ચાસણી તૈયાર થઈ જાય એટલે ડીશમા કાઢી જુઓ. 30 થી 40 મિનિટ લાગે છે. ગેસ બંધ કરી 10 મિનિટ સુધી હલાવતા રહો.

  7. 7

    હવે ઠંડુ થાય પછી બીજા દિવસે સંભાર મસાલો ઉમેરી બરાબર મિકસ કરી લો. તમારી જરૂર મુજબ મસાલો ઉમેરો. મેં 225 ગ્રામ મસાલો ઉમેરી મિક્સ કર્યું છે.

  8. 8

    એરટાઈટ બરણીમાં આખું વર્ષ માટે ભરી લો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Urmi Desai
Urmi Desai @Urmi_Desai
પર
નવસારી
My Blog http://tastebudsfoodlovers.blogspot.com/?m=1.મને રસોઈમાં અખતરાં કરવા ગમે છે અને નવી નવી વાનગીઓ પણ બનાવવામાં ઘણો રસ છે
વધુ વાંચો

ટિપ્પણીઓ (2)

Tejal Vijay Thakkar
Tejal Vijay Thakkar @cook_16330506
મોં માં પાણી આવી ગયું

Similar Recipes