મગની દાળનો શીરો (Magni dalno Sheero Recipe in Gujarati)

Urmi Desai
Urmi Desai @Urmi_Desai
નવસારી

#સુપરશેફ2
#માઇઇબુક #પોસ્ટ૨૯
#week2

લગ્ન પ્રસંગે બનતો મગની દાળનો શીરો મગની દાળ પલાળી વાટીને અથવા શેકીને લોટ માંથી બનાવવામાં આવે છે. આજે #ફલોર્સ_લોટ કોન્ટેસ્ટ માટે શેકેલી મગની દાળને મિક્સરમાં પીસી લોટ માંથી બનાવેલ છે.

મગની દાળનો શીરો (Magni dalno Sheero Recipe in Gujarati)

4 કમેન્ટ્સ કરેલ છે

#સુપરશેફ2
#માઇઇબુક #પોસ્ટ૨૯
#week2

લગ્ન પ્રસંગે બનતો મગની દાળનો શીરો મગની દાળ પલાળી વાટીને અથવા શેકીને લોટ માંથી બનાવવામાં આવે છે. આજે #ફલોર્સ_લોટ કોન્ટેસ્ટ માટે શેકેલી મગની દાળને મિક્સરમાં પીસી લોટ માંથી બનાવેલ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

40 થી 45 મિનિટ
6 વ્યક્તિ
  1. 1+1/2 વાટકી મગની દાળ
  2. 1-1+1/4વાટકી ઘી (વઘારે કે ઓછું લ‌ઈ શકો)
  3. 2 વાટકીહુંફાળું દૂધ
  4. 1+1/2 વાટકી ખાંડ
  5. 8-10કેસરના તાંતણા (3 ચમચી ગરમ દૂધમાં પલાળીને રાખો)
  6. 2 ચમચીબદામની કતરણ
  7. 2 ચમચીસમારેલા કાજુ
  8. 2 ચમચીપિસ્તા કતરણ
  9. 1 ચમચીઈલાયચી પાઉડર

રાંધવાની સૂચનાઓ

40 થી 45 મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક કડાઈમાં કોરી મગની દાળ 5 થી 7 મિનિટ માટે થોડો રંગ બદલાય ત્યાં સુધી મધ્યમ તાપે શેકી લો. દાળ ઠંડી પડે એટલે મિક્સર જારમાં ક્રશ કરી લો. હવે રવાની ચાળણી વડે ચાળી લો. 1/4 વાટકી જેટલો કકરો લોટ નીકળે એને અલગ રાખી લો.

  2. 2

    હવે આપેલ માપ કરતા અડધા ભાગનું ઘી એક કડાઈમાં મૂકો. ઘી ગરમ થાય એટલે તેમાં સૌપ્રથમ કકરો લોટ ઉમેરી ધીમા તાપે 2 થી 4 મિનિટ સુધી શેકી લો. હવે બીજા અડધા ભાગનું ઘી ઉમેરી ચાળેલો મગની દાળનો લોટ ઉમેરી બરાબર મિકસ કરી લો.

  3. 3

    આ રીતે હલકો થાય એટલે 12 થી 15 મિનિટ સુધી શેકી લો. હવે હુંફાળું દૂધ ધીમે ધીમે ઉમેરો. આને બરાબર મિક્સ કરી લો.

  4. 4

    હવે કેસર વાળું દૂધ અને ખાંડ ઉમેરી બરાબર મિકસ કરી ઢાંકીને 12 થી 15 મિનિટ સુધી થવા દો. હવે કાજુ-બદામની કતરણ ઉમેરો બરાબર મિક્સ કરી લો અને ઢાંકીને 5 થી 7 મિનિટ માટે રહેવા દો.હવે ગેસ બંધ કરી પિસ્તા કતરણ ભભરાવી દો. 10 મિનિટ બાદ ઈલાયચી પાઉડર ઉમેરીને બરાબર મિક્સ કરી લો.

  5. 5

    સર્વીંગ બાઉલમાં કાઢી ડીશમા ડીમોલ્ડ કરી લો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Urmi Desai
Urmi Desai @Urmi_Desai
પર
નવસારી
My Blog http://tastebudsfoodlovers.blogspot.com/?m=1.મને રસોઈમાં અખતરાં કરવા ગમે છે અને નવી નવી વાનગીઓ પણ બનાવવામાં ઘણો રસ છે
વધુ વાંચો

Similar Recipes