રવા મેંદાની પૂરી (Rava Mendani Puri Recipe in Gujarati)

Urmi Desai
Urmi Desai @Urmi_Desai
નવસારી

રવા મેંદાની પૂરી અમારા અનાવલા/દેસાઈ લોકોમા ખૂબ પ્રખ્યાત છે. કોઈ પણ પ્રસંગ હોય એટલે પૂરી-વડા બનાવવામાં આવે છે.
અને આ પૂરી માટે કહેવામાં આવ્યું છે કે ચાર વેલણમાં પૂરી વણાઈ જાય એટલે રસોઇમાં પારંગત ગણાય.
આ પૂરી બનાવવા લોટ બાંધવો, પૂરી વણી ને તળવી એ એક ધીરજનુ કામ છે.
આ પૂરી 12 થી 15 દિવસ સુધી રાખી શકાય છે.

આ પૂરી શ્રીખંડ સાથે ખૂબ સરસ લાગે છે.

રવા મેંદાની પૂરી (Rava Mendani Puri Recipe in Gujarati)

રવા મેંદાની પૂરી અમારા અનાવલા/દેસાઈ લોકોમા ખૂબ પ્રખ્યાત છે. કોઈ પણ પ્રસંગ હોય એટલે પૂરી-વડા બનાવવામાં આવે છે.
અને આ પૂરી માટે કહેવામાં આવ્યું છે કે ચાર વેલણમાં પૂરી વણાઈ જાય એટલે રસોઇમાં પારંગત ગણાય.
આ પૂરી બનાવવા લોટ બાંધવો, પૂરી વણી ને તળવી એ એક ધીરજનુ કામ છે.
આ પૂરી 12 થી 15 દિવસ સુધી રાખી શકાય છે.

આ પૂરી શ્રીખંડ સાથે ખૂબ સરસ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક 30 મિનિટ
  1. 2 વાટકીરવો
  2. 1 વાટકીમેંદો
  3. 2 ચમચીચણાનો લોટ
  4. 1-1+1/4 વાટકી ઘી
  5. 1 ચમચીક્રશડ મરી પાઉડર
  6. 1/4 ચમચીહળદર
  7. 1/2 ચમચીશેકેલું જીરું પાઉડર (ન નાખો તો ચાલે)
  8. મીઠું સ્વાદાનુસાર
  9. હુંફાળું પાણી લોટ બાંધવા
  10. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

1 કલાક 30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક બાઉલમાં લોટ માટેની સામગ્રી ભેગી કરી બરાબર મિક્સ કરી લો. મુઠ્ઠી પડતું મોણ હોવું જોઈએ. હવે થોડું થોડું હુંફાળું પાણી ઉમેરી બરાબર મિકસ કરી લોટ બાંધી 5 મિનિટ સુધી બરાબર મસળી લો. લોટને 30 મિનિટ સુધી ઢાંકીને રહેવા દો.

  2. 2

    હવે 30 મિનિટ બાદ લોટ માંથી એક સરખા ભાગે ત્રણ લુઆ કરી બાકીનો લોટ ઢાંકીને રાખો. તેલ ગરમ કરવા મૂકવું. લુઆ માંથી ચાર થી પાંચ વખત વેલણ મારી પૂરી વણી લો અને વેલણ વડે કાણાં પાડી લો. તેલમાં લોટ નાખી જોઈ લો કે તેલ બરાબર ગરમ થયું છે કે નહીં. તેલ સરખું ગરમ ન હશે તો પૂરી તેલમાં જ ભાંગી જશે.હવે પૂરી પ્રથમ ફાસ્ટ તાપે 2 મિનિટ સુધી થવા દો પછી તાપ ધીમો કરી દેવો. ત્રણ પૂરી તળાતા 8 થી 10 મિનિટ લાગે છે. દરવખતે ત્રણ પૂરી જેટલો જ લોટ લઈ બરાબર મસળીને પૂરી વણી લો. એકસાથે પૂરી વણવી નહિ.

  3. 3

    આ રીતે સોનેરી રંગની થાય ત્યાં સુધી તળી લો.

  4. 4

    ઠંડી પડે એટલે ડબ્બામાં ભરી લો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Urmi Desai
Urmi Desai @Urmi_Desai
પર
નવસારી
My Blog http://tastebudsfoodlovers.blogspot.com/?m=1.મને રસોઈમાં અખતરાં કરવા ગમે છે અને નવી નવી વાનગીઓ પણ બનાવવામાં ઘણો રસ છે
વધુ વાંચો

Top Search in

Similar Recipes