પાપડ ચવાણું(papad chavanu recipe in gujarati)

Bhavini Naik
Bhavini Naik @cook_20529071

#વેસ્ટ
આ ખંભાત નું ફેમસ ચવાણું છે તેને ચા સાથે ખાવાની બહુ મજા પડે છે, એક દમ ફરસાણ વાણા જેવુ ચવાણું ,ક્રિસ્પી ને ક્રચી ને ખૂબ સ્વાદિષ્ટ લાગે છે.

પાપડ ચવાણું(papad chavanu recipe in gujarati)

#વેસ્ટ
આ ખંભાત નું ફેમસ ચવાણું છે તેને ચા સાથે ખાવાની બહુ મજા પડે છે, એક દમ ફરસાણ વાણા જેવુ ચવાણું ,ક્રિસ્પી ને ક્રચી ને ખૂબ સ્વાદિષ્ટ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૫ કપમમરા
  2. ૮ નંગપાપડ
  3. ૧ કપસેવ
  4. અડધો કપ તેલ
  5. મમરા વઘારવા માટે
  6. ૧ ચમચીહળદર પાઉડર
  7. મીઠું સ્વાદ મુજબ
  8. ૨ ચમચીલાલ મરચુ પાઉડર
  9. મસાલા માટે
  10. ૧ (૧/૨ ટેબલ સ્પૂન)કાશ્મીરી લાલ મરચું
  11. ૨ ટેબલ સ્પૂનતેલ
  12. ૧/૪ ચમચીહિંગ
  13. ૧/૨ ચમચીહળદર પાઉડર
  14. ૧/૪ ચમચીઆચૂર પાઉડર
  15. ૧.૫ ચમચી ખાંડ (દળેલી)

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સવ પ્રથમ એક પેન માં મમરા ને તેલ વગર ક્રચી થાય ત્યાં સુધી શેકવા ગેસ ની ફલેમ મિડયમ રાખવી,એક પેન માં તેલ ગરમ કરવા મૂકવું.

  2. 2

    તેલ ગરમ થાય એટલે તેમાં પાપડ તળી લેવા પાપડ લાલ ન થવા જોઇએ,હવે પાપડ ના નાના નાના ટુકડા કરી લેવા,હવે વધેલા તેલ માં મમરા વધારવા.

  3. 3

    પછી તેલ માં હળદર નાખવી હલાવી લેવું અને આ સમયે ગેસ ની ફેલ મિડયમ રાખવી હળદર તેલ માં મિક્સ કરવાથી મમરા નો કલર સરસ આવે છે હવે તેમાં મમરા નાખી મિક્સ કરી લેવું પછી તેમાં મીઠું નાખી મિકસ કરી લેવું હવે ગેસ બંધ કરી દેવો ત્યાર બાદ તેમાં લાલ મરચું પાઉડર નાખવુ જે થી મરચું બળે નહીં હલાવી લેવું તો વધારેલા મમરા તૈયાર છે.

  4. 4

    હવે એક બાઉલ માં ચવાણું ની બધી વસ્તુ ભેગી કરી દઇએ બધું બરાબર હાથ વડે મિક્સ કરી લેવું હવે તેના ઉપર તેલ અને મરચાં નો વધાર કરવો.તેના માટે એક વાઘરી યા માં તેલ ગરમ કરવા મૂકવું.

  5. 5

    હવે કાશ્મીરી લાલ મરચું આ ચવાણા ઉપર છાંટવું હવે તેલ ગરમ થાય એટલે તેમાં હિંગ, હળદર ને આમચુર પાઉડર નાખી મિક્સ કરી લેવું હવે આ થોડા ગરમ તેલ ને મરચા ઉપર રેડી દઈએ હવે ચવાણા ને ખાટો મીઠો ટેસ્ટ આપવા માટે તેમાં દળેલી ખાંડ નાખી મિક્સ કરી દેવું, આ ચવાણું ચા સાથે સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bhavini Naik
Bhavini Naik @cook_20529071
પર

Similar Recipes