ઘટકો

  1. ૨ વાટકીચોખા
  2. ૧ વાટકીઅડદ દાળ
  3. ૧ ચમચીમેથી
  4. ૧ ચમચીઈનો
  5. સ્વાદાનુસારમીઠું
  6. સંભાર માટે
  7. ૧ વાટકીતુવેર દાળ
  8. ૧ ચમચીજીરૂ
  9. ૧ ચમચીમેથી
  10. ૨ નંગવેંગણ
  11. ૨ નંગટામેટા
  12. ૧ નંગકાંદો
  13. ૬-૭ સ્ટીક સરગવાની સીંગ
  14. ૪ ચમચીતેલ
  15. ૧/૨ ચમચીરાઈ
  16. ૧/૨ ચમચીજીરૂ
  17. ૧ ચમચીઅદડની દાળ
  18. ૧ ચમચીચણાની દાળ
  19. ૪-૫ પાનમીઠો લીમડો
  20. ૧/૨ ચમચીહળદર
  21. ૧ ચમચીલાલ મરચુ
  22. ૧ ચમચીલીંબુ નો રસ
  23. ૨ ચમચીસંભાર મસાલો
  24. ૧ ચમચીકોથમીર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ચોખા અને અડદ ની દાળ ને અલગ અલગ વાસણ મા ૯-૧૦ કલાક(આખી રાત) ૨-૩ પાણી થી ધોઇ ને પલાળી રાખો.મેથીને પણ પલાળી રાખો. ૧૦ કલાક (સવારે)પછી મિક્ષચર મા બરાબર પીસી લો.ખીરૂ એકદમ પાતળું કે એકદમ જાડું નથી રાખવાનું.૮ કલાક આથો લાવવા માટે મુકી રાખવુ.

  2. 2

    આથો આવી જાય એટલે ઈડલી સ્ટેનડ મા તેલ ગી્સ કરી બેટર ભરી હાઈ ફલેમ પર ૧૦ મિનિટ પછી ચપ્પુ મારી ને ચેક કરી લેવુ. ચપ્પુ કલીયર ન આવે ત્યા સુધી થવા દેવુ. આ રીતે બધી ઈડલી ઊતારી લેવી.

  3. 3

    સંભાર માટે તુવેર દાળ ને બરાબર ધોય લેવી.એમા મેથી અને જીરૂ,મીઠુ નાંખવુ.અને બઘા શાકભાજી,પાણી નાંખી મિક્ષ કરી ૪ વિસલ પાડી લેવી.

  4. 4

    બઘુ બફાય જાય એટલે શેકતાની શીંગને બહાર કાડી લેવી. બાકીની વસ્તુને બલેન્ડર થી ક્શ કરી લેવુ.

  5. 5

    હવે એક તપેલી મા તેલ,રાઈ,જીરૂ,કડીપત્તા,અદડ દાડ,ચણાદાળ,હળદર,લાલ મરચુ,સંભાર મસાલો નાંખી ઉપર ક્શ કરેલી દાળ અને શીંગ નાખી દો.

  6. 6

    એમા આંબલી અથવા લીંબુનો રસ અને કોથમીર નાંખી દો.તો તૈયાર છે ઈડલી સંભાર.તેને દારીયા ધાણા ની ચટણી સાથે સવઁ કરો.

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

દ્વારા લખાયેલ

Mosmi Desai
Mosmi Desai @mosmi_desai12
પર
Instagram page @cook.bookbymosmi
વધુ વાંચો

Similar Recipes