ઘંઉના લોટ ની મઠરી (Wheat flour Mathari Recipe In Gujarati)

Urmi Desai
Urmi Desai @Urmi_Desai
નવસારી

#Cooksnap

પૂરી કે મઠરી મેંદામાથી બનાવીએ છીએ પરંતુ ઘંઉના લોટની પણ એટલી જ સરસ બને છે.

ઘંઉના લોટ ની પૂરી જે આપણે થોડી પાતળી વણીને તળતા હોઈએ છીએ પરંતુ મઠરી થોડી જાડી પૂરી વણીને તળવામાં આવે છે. આ મઠરી બનાવી તમે 8 થી 10 દિવસ સુધી રાખી શકો છો. એટલે નાસ્તા માટે બનાવી રાખવા માટે એક સરસ અને સરળ વાનગી છે.
આ વાનગી મેં મૃનાલ ઠક્કર spicequeen ની રેસિપી લઈને બનાવી છે. ખૂબ જ સ્વાદિષ્ટ અને સરળ રીતે બનાવી શકાય છે. આભાર આપનો આટલી સરસ રેસિપી માટે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2 કપઘંઉનો લોટ
  2. 2ટે.સ્પૂન રવો
  3. 3ટે. સ્પૂન કસૂરી મેથી
  4. 1/4 કપઘી
  5. 1/2 ચમચીઅજમો
  6. 1/2 ચમચીજીરૂ
  7. 1/4 ચમચીશેકેલું જીરું પાઉડર
  8. 1 ચમચીમરી પાઉડર
  9. સ્વાદાનુસાર મીઠું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક બાઉલમાં લોટ માટેની સામગ્રી ભેગી કરી બરાબર મિક્સ કરી કઠણ લોટ બાંધી લો અને 30 મિનિટ સુધી ઢાંકીને રહેવા દો.

  2. 2

    હવે આ લોટમાંથી એક સરખા ભાગે લુઆ કરી દબાવી જાડી પૂરી વણીને તેમાં કાપા કરી લો.

  3. 3

    હવે તેલ ગરમ થાય એટલે તેમાં પૂરી મધ્યમ તાપે બદામી રંગની થાય ત્યાં સુધી તળી લો.

  4. 4

    તૈયાર છે ક્રિસ્પી, ક્રન્ચી અને સ્વાદિષ્ટ અને મઠરી જે ચા સાથે નાસ્તામાં પરફેક્ટ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Urmi Desai
Urmi Desai @Urmi_Desai
પર
નવસારી
My Blog http://tastebudsfoodlovers.blogspot.com/?m=1.મને રસોઈમાં અખતરાં કરવા ગમે છે અને નવી નવી વાનગીઓ પણ બનાવવામાં ઘણો રસ છે
વધુ વાંચો

Similar Recipes