મેથી અને દુધી ના મુઠીયા (Methi Dudhi Muthia Recipe In Gujarati)

Bhagwati Ravi Shivlani
Bhagwati Ravi Shivlani @cook_24393145
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૨ વ્યક્તિ માટે
  1. ૧ નંગદુધી
  2. ૧ કપમેથી ની ભાજી
  3. ૧ ટીસ્પૂનઆદું મરચાં ની પેસ્ટ
  4. ૧/૨ ટીસ્પૂનતલ
  5. ૧/૨રાઈ
  6. મીઠું સ્વાદ પ્રમાણે
  7. ૨ ટીસ્પૂનદહીં
  8. ૫ ટીસ્પૂનતેલ
  9. ૧ કપપાણી
  10. ૧/૪ ટીસ્પૂનહિંગ
  11. ૮ નંગલીમડા ના પાન
  12. ૩ નંગલીલાં મરચાં
  13. ૧ ટીસ્પૂનખાંડ
  14. ૧ કપઘઉંનો લોટ
  15. ૧/૨બાજરા નો લોટ
  16. ૧/૨ ટીસ્પૂનચણાનો લોટ
  17. ૧/૨હળદર
  18. ૧ ટીસ્પૂનલાલ મરચું પાઉડર

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    મેથી ના મુઠીયા બનાવવા માટે બનાવવામાં માટે દુધી ને છીણી લો અને મેથી ને જીણી સમારી લો પછી એક બાઉલમાં લોટ મિક્સ કરો અને તેમાં મીઠું, લાલ મરચું પાઉડર, દહીં, ખાંડ, તેલ

  2. 2

    અને આદું મરચાં ની પેસ્ટ, મેથી ની ભાજી, દુધી છીણેલી નાખીને જરૂર પ્રમાણે પાણી ઉમેરી ને લોટ બાંધવો ત્યારબાદ લોટ ને તેલ થી મસળી ને લાંબા રોલ બનાવી ને વરાળે પંદર મિનિટ સુધી બાફી લો વચ્ચે એક બે વખત આગળ પાછળ ફેરવવાના

  3. 3

    બફાઈ જાય એટલે એક ડીશ માં કાઢો અને ઠંડા થાય પછી પીસીસ કરો અને એક કડાઈમાં તેલ ગરમ કરો અને રાઈ, હિંગ, લીમડો, લીલા મરચાં, સફેદ તલ અને છેલ્લે લાલ મરચું નાખીને મુઠીયા નાખીને બરાબર મિક્સ કરી ને વગારી લો અને મુઠીયા ને સર્વ કરો.

  4. 4
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bhagwati Ravi Shivlani
Bhagwati Ravi Shivlani @cook_24393145
પર

ટિપ્પણીઓ

Similar Recipes