પનીર તવા પુલાવ (paneer tava pulav recipe in gujarati)

Neeti Patel
Neeti Patel @Neeti3699
Vadodara
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
3 વ્યકિત
  1. 1 કપબાસમતી ચોખા
  2. 2 કપપાણી
  3. મીઠું સ્વાદાનુસાર
  4. 100 ગ્રામપનીર
  5. મીઠું સ્વાદાનુસાર
  6. 1/2 ટી સ્પૂનપાવ ભાજી મસાલો
  7. 1 ટેબલ સ્પૂનલસણ ની ચટણી
  8. 1 ટેબલ સ્પૂનતેલ
  9. 1 ટેબલ સ્પૂનબટર
  10. 1 ટી સ્પૂનજીરું
  11. 1/2 ટી સ્પૂનલસણ ઝીણુ સમારેલું
  12. 1લીલું મરચું ઝીણું સમારેલું
  13. 1ડુંગળી ઝીણી સમારેલી
  14. 1કેપ્સિકમ ઝીણુ સમારેલું
  15. 2ટોમેટો ઝીણો સમારેલો
  16. 1ગાજર ઝીણું સમારેલું
  17. 1/4 કપલીલા વટાણા ના દાણા
  18. 1 ટી સ્પૂનહળદર
  19. 2 ટી સ્પૂનકાશ્મીરી લાલ મરચું
  20. મીઠું સ્વાદાનુસાર
  21. 1 ટી સ્પૂનગરમ મસાલો
  22. 1 ટી સ્પૂનપાવ ભાજી નો મસાલો
  23. 1 ટી સ્પૂનધાણા જીરું
  24. 1 ટેબલ સ્પૂનકોથમીર સમારેલી

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ પનીર ના ટુકડા કરી એક તવી પર તેલ મૂકી પનીર ને બ્રાઉન રંગના થાય ત્યાં સુધી સાંતળી લેવું. પછી એક બાઉલ માં કાઢી લઈ મીઠું અને પાવભાજી મસાલો ઉમેરી બરાબર મિક્સ કરી લેવું.

  2. 2

    બાસમતી ચોખા ને બરાબર ધોઈને 1/2 કલાક પાણી માં પલાળી રાખી ત્યારબાદ એક પેન માં પાણી લઈ ઉકળે એટલે તેમાં મીઠું અને લીંબુ નો રસ ઉમેરી ચોખા ચડાવવા. જેથી લાંબો સરસ છૂટો રાઈસ બનશે.

  3. 3

    હવે એક તવા પર તેલ અને બટર મૂકી ગરમ થાય એટલે જીરું ઉમેરી તતડે એટલે લસણ અને લીલું મરચું ઉમેરી 1 મિનીટ માટે સંતાડવું.

  4. 4

    હવે તેમાં ડુંગળી સાંતળી કેપ્સિકમ ઉમેરી 1 થી 2 મિનિટ સાંતળો. પછી ટામેટાં ઉમેરી બરાબર મિકસ કરી 2 થી 3 મિનીટ શેકવું.

  5. 5

    પછી લસણ ની ચટણી અને બીજા બધા મસાલા માં હળદર, લાલ મરચું, ધાણાજીરું, પવભાજી મસાલો, ગરમ મસાલો, મીઠું ઉમેરી મેસર થી મેશ કરી લેવું

  6. 6

    ત્યારબાદ તેમાં ગાજર, લીલા વટાણા અને થોડું પાણી ઉમેરી બરાબર ચડવા દેવું.

  7. 7

    હવે છેલ્લે તેમાં પનીર ના ટુકડા અને ચોખા ઉમેરી દાણો તૂટે નહીં એ રીતે ધ્યાન રાખી મિક્સ કરી લેવું.

  8. 8

    ઉપર થી કોથમીર, લીંબુ નો રસ ઉમેરી રાયતા, પાપડ સાથે આ પુલાવ સર્વ કરી શકાય.ઈચ્છાનુસાર ગર્નિશ કરી પ્લેટિંગ્ કરવું.

  9. 9
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Neeti Patel
Neeti Patel @Neeti3699
પર
Vadodara
I love cooking .. The best memories are made around table 😍
વધુ વાંચો

ટિપ્પણીઓ (21)

Similar Recipes