ફરાળી કબાબ (Farali Kebab Recipe In Gujarati)

Sudha Banjara Vasani
Sudha Banjara Vasani @SudhaFoodStudio51
Ahmedabad(Gujarat) INDIA 🇮🇳

#KK
#FR
શિવરાત્રી સ્પેશિયલ ફરાળી વાનગી
આ વાનગી ઉપવાસમાં ખાસ બનતી હોય છે પલાળેલા સાબુદાણા, બટાકાં, શીંગદાણા અને મસાલા નાં મિશ્રણ થી બનતી આ વાનગી તળીને બનાવવાથી ખૂબ સ્વાદિષ્ટ બને છે...જો હેલ્થી બનાવવી હોય તો શેલો ફ્રાય કરી શકાય છે.

ફરાળી કબાબ (Farali Kebab Recipe In Gujarati)

#KK
#FR
શિવરાત્રી સ્પેશિયલ ફરાળી વાનગી
આ વાનગી ઉપવાસમાં ખાસ બનતી હોય છે પલાળેલા સાબુદાણા, બટાકાં, શીંગદાણા અને મસાલા નાં મિશ્રણ થી બનતી આ વાનગી તળીને બનાવવાથી ખૂબ સ્વાદિષ્ટ બને છે...જો હેલ્થી બનાવવી હોય તો શેલો ફ્રાય કરી શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
4 વ્યકિત
  1. 1 કપપલાળેલા સાબુદાણા
  2. 4 નંગબાફેલા બટાકા
  3. 4 ચમચીતેલ સાંતળવા માટે
  4. 1 ચમચીજીરું
  5. 1/2 કપશીંગ દાણા
  6. 4ચમચા શીંગ દાણા નો અધકચરો ભુકો
  7. 4 ચમચીપલાળેલા સાબુદાણા ની પેસ્ટ
  8. 4 ચમચીફરાળી લોટ
  9. 2 ચમચીખાંડ
  10. 1 ચમચીલીંબુનો રસ
  11. 2 ચમચીઆદુ મરચાની પેસ્ટ
  12. 2 ચમચીલાલ મરચું પાઉડર
  13. જરૂર મુજબ સિંધવ મીઠું
  14. તળવા માટે તેલ
  15. સર્વ કરવા ફરાળી ચટણી

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બાફેલા બટાકાં ને સમારી લો...અને એક કડાઈમાં તેલ અને જીરું મૂકી શીંગદાણા સાંતળીને બટાકા તેમજ દર્શાવેલ મસાલા કરી લો...હવે તેમાં પલાળેલા સાબુદાણા હાથેથી છુટ્ટા કરી ઉમેરીને મિક્સ કરો.

  2. 2

    હવે તેમાં સાબુદાણા ની પેસ્ટ તેમજ ફરાળી લોટ ઉમેરી અધકચરા મેશ કરી લો અને હાથેથી મનપસંદ સાઇઝના કબાબ તૈયાર કરો.

  3. 3

    એક કડાઈમાં તળવા માટે તેલ ગરમ કરો...એક ચમચા માં એક એક કબાબ લઈને ગરમ તેલમાં તળી લો...કબાબ માં સાબુદાણા ની પેસ્ટ અને ફરાળી લોટ ઉમેરવાથી બાઈન્ડિંગ સરસ આવે છે.

  4. 4

    આ રીતે બધા કબાબ સાવચેતી થી તળી લો. ગરમાગરમ ફરાળી કબાબ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sudha Banjara Vasani
Sudha Banjara Vasani @SudhaFoodStudio51
પર
Ahmedabad(Gujarat) INDIA 🇮🇳
Cooking is my mother's blessings for me🙏
વધુ વાંચો

Similar Recipes