લાપસી

Trivedi Bhumi
Trivedi Bhumi @cook_19951758
Bvn

#કાંદાલસણ

પરફેક્ટ પધ્ધતિ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ વાટકો ઘવનો જાડો લોટ
  2. અડધો વાટકો દેશી ગોળ
  3. ૧ વાટકો પાણી
  4. ૫ પાવળા તેલ
  5. ઘી ઉપર થી નાખવા માટે જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક તપેલીમાં પાણી ગરમ કરવા મૂકો અને તેમાં ગોળ ભાંગી ને નાખો પછી તેમા ગોળ ઓગળી જાય એટલે તેને બીજા વાસણમા ગરણી થી ગાળી લ્યો અને પછી તેને ગેસ ઉપર મુકો

  2. 2

    ગોળના પાણી મા ૩ પાવળા તેલ ઉમેરો પછી એક કથરોટ મા લોટ લઇ તેમા ૨ પાવળા તેલ ઉમેરો અને બરાબર મિક્સ કરીને મોણ દયો અને પછી ગોળ નુ પાણી ઉકળવા મંડે એટલે તેમાં લોટ ઉમેરીને ને તેને ઢાંકી દયો,હવે ગેસ ઉપર તાવડી મૂકો અને પછી તેની ઉપર લાપસી નુ વાસણ મુકો અને ગેસ ધીમો રાખવો

  3. 3

    ૩ મીનીટ થય જાય એટલે તેને ખોલીને વેલણ થી થોડી હલાવવી અને પાછી ઢાંકી દયો, થોડી વાર માટે ચડવા દયો અને પછી ખોલી ને ચેક કરી લ્યો જો ચડી ગઈ હસે તો મેકીંગ ફોટા મુજબ એકદમ છૂટીલાગસે અને સુગંધ આવસે,નકર થોડી વાર ચડવા દયો અને પછી ગેષ બંધ કરી ને ૧૫ મીનીટ ઢાંકેલી રહેવા દયો, અને પછી તેને નીચે ઉતારી તેમા ઘી ઉમેરી બરાબર ચોળી લ્યો અને તેને ગરમ ગરમ સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Trivedi Bhumi
Trivedi Bhumi @cook_19951758
પર
Bvn

ટિપ્પણીઓ

Gargi Trivedi
Gargi Trivedi @cook_20121012
તમારી રેસિપી ફોલો કરી ને લાપસી બનાવી એકદમ સરસ થઈ હતી

Similar Recipes