પંજાબી સમોસા (Punjabi samosa recipe in gujrati)

Lata Tank
Lata Tank @cook_20603056
શેર કરો

ઘટકો

  1. ૧કીલો બટેટા
  2. ૧વાટકો લીલા વટાણા ફોલેલા,
  3. ૫૦૦ ગ્રામ મેંદો
  4. નમક જરુર મુજબ,
  5. મરીનો ભુક્કો જરુર મુજબ
  6. ૧વાટકી ફોદિનાના પાન
  7. આદુ મરચાની પેસ્ટ ૧ ચમચો
  8. તીખી મરચી સમારેલી ૪-૫
  9. કોથમરી ૧ચમચો
  10. તેલ તળવા માટે
  11. ૧ચમચી ખાંડ,૧લીંબુ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ બટેટા બાફી લેવા,વટાણા પાણીમા ઉકાળી લેવા,ઠરે એટલે બટાટાની છાલ ઉતારી એક લોયામા છુંદો કરવો,ત્યારબાદ તેમાં વટાણા નાખવાં,હવે તેમાં નમક મરીનો ભુક્કો,આદુ મરચાની પેસ્ટ, ફોદિનાના પાન, ગરમ મસાલો,થોડી ખાંડ, લીંબુ,તીખી મરચી,કોથમીર, બધુ જ નાખી બરાબર મીક્સ કરી પૂરણ માટે મસાલો તૈયાર કરવો.

  2. 2

    હવે મેંદાનો લોટ કથરોટમા ચાળી તેમા નમક મોણ અને થોડો મરીનો ભૂક્કો નાખી મીડીયમ લોટ બાંધવો.થોડીવાર ઢાંકી રાખવો. પછી નાના લુવા લઈ રોટલી વણવી. તેમા વચ્ચેથી કાપો કરી બે ભાગ કરવાં,હવે એક ભાગલઇ તેનો ત્રિકોણ શેઇપ આપી બટેટાનું પૂરણ જે તૈયાર કર્યુ છે તે ભરવું, અને ઉપરથી પાણી વાળી આંગળી કરી ચોટાડી દેવું,આમ એકપછી એક એમ બધા સમોસા વણી.વાળી તૈયાર કરીલેવા

  3. 3

    હવે તેલ ગરમ મુકી બધા સમોસા ડાર્ક બ્રાઉન અને ક્રીસ્પી થાય એમ તળી લેવા,પછીઆમલીની મીઠીચટણી અને લીલી તીખી ચટણી સાથે સર્વ કરો,

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Lata Tank
Lata Tank @cook_20603056
પર

Similar Recipes