મગની દાળનો હલવો(mungdal halvo in GujArati)

Shobhana Vanparia
Shobhana Vanparia @cook_20105040
શેર કરો

ઘટકો

30 મિનિટ
4 સર્વિંગ્સ
  1. 1 કપમગની ફોતરા વગરની દાળ
  2. 4ટેબલ સ્પુન ઘઊંનો ભાખરીનો લોટ
  3. 4ટેબલ સ્પુન ઘી + 2 ટી સ્પુન ઘી +1 ટેબલ સ્પુન ઘી
  4. 12-15કેશરના તાંતણા, 10-12 કાજુ, 15-20 કીશમીશ
  5. 1ટી સ્પુન ઇલાયચી પાઉડર, 1 ટેબલ સ્પુન પિસ્તાના સ્લીવર્સ
  6. 3/4 કપખાંડ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    મગની દાળને બરાબર ધોઇને 3-4 કલાક પાણીમાં પલાળો. ત્યારબાદ પાણી નિતારી પેનમાં 2 ટી સ્પુન ઘી મૂકી તેની સરસ અરોમા આવે ત્યાં સુધી સતત હલાવતા રહી રોસ્ટ કરી લ્યો.

  2. 2

    હવે સાંતળેલી દાળમાં 1 ½ કપ પાણી ઉમેરી 3 વ્હીસલ કરી કુક કરી લ્યો. કુક થયેલી દાળ જરા ઠરે એટલે પાણી ઉમેર્યા વગર જ ગ્રાઇંડ કરી ફાઇન પેસ્ટ બનાવી લ્યો.

  3. 3

    કેશરના તાંતણાને 1 ટી સ્પુન દૂધમાં પલાળી લ્યો. નોન સ્ટીક પેનમાં 1 ટી સ્પુન ઘી મૂકી કાજુ-કીશમીશ પિંક રોસ્ટ કરી લ્યો. એજ પેનમાં 4 ટે. સ્પુન ઘી ઉમેરી તેમાં ઘઉંનો લોટ સતત હલાવતા રહી, શેકાવાની અરોમા આવે ત્યાં સુધી બદામી શેકો.

  4. 4

    હવે તેમાં મગની દાળની ફાઇન પેસ્ટ ઉમેરી મિક્ષ કરી, બોટમ પર બેસી ના જાય તે માટે મિડિયમ સ્લો ફ્લૈમ રાખી સતત હલાવતા રહી થોડું ઘટ્ટ થવા દદ્યો. ત્યારબાદ તેમાં ¾ કપ ખાંડ ઉમેરી બરાબર હલાવી મિક્ષ કરો. 4 – 5 મિનિટ કૂક કરો.

  5. 5

    ત્યારબાદ તે મિશ્રણમાં કેશરવાળુ દુધ, ઇલાયચી પાઉડર અને રોસ્ટ કરેલા કાજુ – કીશ્મીશ ઉમેરી મિક્ષ કરી લ્યો.

  6. 6

    હવે તેમાં 1 ટેબલ સ્પુન ઘી ઉમેરી મિક્સ કરી સતત હલાવતા રહો. મિશ્રણ ગ્લોસી લાગવા માંડે અને પેનની સાઇડ્સ છોડવા લાગે ત્યાં સુધી કૂક કરો. થોડું ઘી છુટું પડતું લાગશે. એટલે ફ્લૈમ બંધ કરી દ્યો.

  7. 7

    ગરમા ગરમ મગની દાળનો હલવો સર્વ કરવા માટે રેડી છે....તેને રોસ્ટેડ કાજુ – કીશ્મીશ અને પીસ્તાના સ્લીવર્સથી ગાર્નીશ કરી ગરમા ગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shobhana Vanparia
Shobhana Vanparia @cook_20105040
પર

Similar Recipes