કાચા કેળા અને સિંગદાણાની સુકી ભાજી (kacha Kela Dana ni sukhi bhaji)

Gita Tolia Kothari
Gita Tolia Kothari @cook_20784954

કાચા કેળા અને સિંગદાણાની સુકી ભાજી (kacha Kela Dana ni sukhi bhaji)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૩ નંગકાચા કેળા
  2. બેથી ત્રણ ચમચા અધકચરા ખાંડેલા સીંગદાણા
  3. વઘાર માટે 2 ચમચા તેલ
  4. 1/2ચમચી જીરૂ
  5. 1/2ચમચી તલ
  6. 1/4 ચમચી હળદર
  7. 1/2ચમચી લાલ મરચું પાઉડર
  8. 1/2ચમચી અધકચરેલા મરી
  9. આદુ મરચાની પેસ્ટ
  10. 1/2 કેપ્સીકમ મીડિયમ સાઇઝમા સુધારેલું
  11. થોડાતળેલા શીંગદાણા
  12. 1/4 ચમચી ખાંડ
  13. 1/2 લીંબુ નો રસ
  14. સ્વાદ પ્રમાણેમીઠું
  15. સર્વિંગ માટે કોથમરી તળેલા શીંગદાણા અને દાડમના દાણા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પહેલા કાચા કેળાનો વરાળે બાફી લો અને તેને સુધારી લો

  2. 2

    હવે એક કડાઈમાં તેલ મૂકી જીરુ અને તલથી વઘાર કરો તલ અને જીરૂં તતડી જાય એટલે કેપ્સીકમ નાખો સહેજ મીઠું નાખી એક મિનિટ માટે કેપ્સીકમ ચડવા દો ત્યારબાદ તેમાં આદુ મરચાની પેસ્ટ નાખી મિક્સ કરો

  3. 3

    હવે આમાં સુધારેલા અને બાફેલા કાચા કેળા ઉમેરો તેમાં 1/2ચમચી અધકચરેલા મરી અને રેગ્યુલર મસાલો નાખો સાથે થોડા અધકચરેલા સિંગદાણાનો ભૂકો નાખો ટામેટાં પણ નાખો અને મિક્સ કરો થોડી તળેલી શીંગ પણ નાખો ખાતી વખતે આ સીંગદાણા ખુબ સરસ લાગે છે બધું બરાબર મિક્સ થઈ જાય એટલે એકદમ થોડી ખાંડ અને લીંબુ નીચોવી ગેસ બંધ કરો સર્વ કરતા પહેલા થોડી કોથમરી પણ નાખો

  4. 4

    તો તૈયાર છે ખૂબ જ પૌષ્ટિક પ્રોટીન અને ફાઈબરથી ભરપૂર કાચા કેળાની સુકી ભાજી તેને એમને એમ તો ખાઈ જ શકાય છે પણ ઉપર દહીં અને આમલીની ચટણી નાખી ચાટની જેમ પણ ખાઈ શકાય છે અને કેળા ને હિસાબે ઉપવાસમાં પેટ ભર્યું ભર્યું લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Gita Tolia Kothari
Gita Tolia Kothari @cook_20784954
પર

ટિપ્પણીઓ

Similar Recipes