વેજ પેન કેક (Veg pan cake recipe in Gujarati)

Rekha Vijay Butani
Rekha Vijay Butani @cook_20005419
Vapi

વેજ આમલેટ જે ધઉં ના લોટ મા થી બનાવવા મા આવે છે જે ધણા વેજીટેબલ થિ ભરપુર હોય છે.#GA4
#week2

વેજ પેન કેક (Veg pan cake recipe in Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

વેજ આમલેટ જે ધઉં ના લોટ મા થી બનાવવા મા આવે છે જે ધણા વેજીટેબલ થિ ભરપુર હોય છે.#GA4
#week2

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મીનીટ
3 સર્વિંગ્સ
  1. 2 કપધઉં નો લોટ
  2. 1 કપબાજરી નો લોટ
  3. 1 કપરવો
  4. 2-3નાના સમારેલા કાંદા
  5. 1ટામેટુ નાના સમારેલા
  6. 1/2 કપકોબીજ ઝીણી સમારેલા
  7. 1નાની દુધી ખમણેલી
  8. 1/2 કપકેપ્સીકમ ઝીણા સમારેલા
  9. 1નાની સમારેલા ગાજર
  10. લીલા ધાણા જરૂર મુજબ
  11. 1/2 ચમચીહળદર
  12. 1/2 ચમચીધાણાજીરું
  13. 2 ચમચીલાલ મરચું
  14. 1/2 ચમચીચાટ મસાલો
  15. 1 ચમચીસેકેલા જીરું
  16. 1/2 ચમચીમરી નો ભુક્કો
  17. 1 ચમચીતલ
  18. 1 કપદહીં
  19. મીઠું જરૂર પ્રમાણે
  20. પાણી જરૂર પ્રમાણે
  21. તેલ જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

30 મીનીટ
  1. 1

    એક તપેલીમાં બંને લોટ લઈ એમાં રવો નાખવું.

  2. 2

    ત્યારબાદ એમાં સમારેલા ગાજર,કોબીજ, કેપ્સિકમ, કાંદા,દુધી ટામેટાં નાખી હલાવી લેવું.

  3. 3

    પછી એમા હળદર,ધાણાજીરું, લાલ મરચું, મરી નો ભુક્કો, તલ,ધાણા,ચાટ મસાલો, શેકેલું જીરું,મીઠું,દહીં નાખી બરાબર મીક્ષ કરી લેવું.

  4. 4

    બધું બરાબર મીક્ષ થાય એટલે એમાં જરૂર પ્રમાણે પાણી નાખી એનું પતલું ખીરું તૈયાર કરી લૈવું. પછી 15-20 મીનીટ માટે એને રુમ ટેમપ્રેચર મા સેટ થવા ઢાંકી મુકી દેવું.

  5. 5

    એક ડોસા પેન ગરમ કરી એમાં તેલ નાખી આ ખીરું નાખી 1 મીનીટ માટે ઢાંકી દેવું.

  6. 6

    પછી ઢાકળ ખોલી બીજી બાજુ ફેરવી ચડવા દેવું. તૈયાર છે વેજીટેબલપેન કેક, તમે આને ગરમાગરમ પાવ,રોટલી, ભાખરી, રોટલો બધા સાથે ખાઈ શકો છો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rekha Vijay Butani
Rekha Vijay Butani @cook_20005419
પર
Vapi

Similar Recipes