મેથીની મૂઠડી (Methi Muthadi Recipe In Gujarati)

Juliben Dave
Juliben Dave @julidave

#GA4
#Week19
#મેથીની ઊંધિયા ની મૂઠડી

ઉંધીયાનો પૂરો સ્વાદ તેના મસાલા ઉપરાંત તેમાં મહત્વનો ભાગ
ભજવતી મૂઠડીનો છે ,મૂઠડી પણ દરેક ઘરે અલગ અલગ રીતે
બનતી હોય છે ,મેથીનીજગ્યા એ કોથમીર કે બીજી ભાજી પણ
ઉમેરીને બનાવે છે પણ સાચો સ્વાદ તો મેથીની મૂઠડી ઉમેરાયેલા
ઉંધીયામાં જ આવે છે ,મૂઠડી માત્ર ઉંધીયામાં જ નથી વપરાતી ,
તેનો બીજા શાક સાથે પણ ઉપયોગ સરસ લાગે છે ,મારા ઘરે
મેથીનો અને મૂઠડીનો ભરપૂર ઉપયોગ થાય છે ,શિયાળામાં
આવતા દરેક લીલા શાક સાથે તેનો ઉપયોગ કરું છુ,,અને
એકસાથે બનાવીને સ્ટોર કરી લઉ છુ જેથી ૧૫ દિવસ બનાવવી
ના પડે ,,ચણાના લોટ સાથે ઘઉંનો લોટ ઉમેરવાથી ઉંધીયામાં
મૂઠડી ભાંગી નથી જતી ,આખી જ રહે છે ,

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપમેથીની ભાજી
  2. 1/૨ કપ ઘઉંનો કરકરો લોટ (ભાખરીનો)
  3. 1/2 કપચણાનો લોટ
  4. 1 ટેબલસ્પૂનખાંડ
  5. 1 ટેબલસ્પૂનલીંબુનો રસ
  6. 1 ટીસ્પૂનલાલ મરચું
  7. 1 ટીસ્પૂનધાણાજીરું
  8. 1 ટીસ્પૂનસફેદ તલ (ના નાખવા હોય તો પણ ચાલે)
  9. 1/2 ટીસ્પૂનગરમ મસાલો
  10. 1/4 ટીસ્પૂનહળદર
  11. 1/4હિંગ
  12. મીઠું સ્વાદ મુજબ
  13. ચપટીખાવાના સોડા
  14. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ મેથીની ભાજી વીણી,સાફ કરી બે થી ત્રણ વાર
    પાણી વડે ધોઈ કોરી કરી લેવી,
    નીતરી જાય એટલે જીણી સમારી લેવી

  2. 2

    આ સમારેલી મેથીની ભાજીમાં જ ઉપર જણાવેલ તમામ મસાલા
    ઉમેરી સરખી રીતે મિક્સ કરી લેવા,
    ત્યારબાદ તેમાં ચણાનો અને ઘઉંનો લોટ ઉમેરો,
    બધું સરખી રીતે મિક્સ કરી લોટ બાંધી લેવો
    લોટમાં પાણી ઉમેરવું જ નહિ પડે,મેથીની ભાજી,ખાંડ અને
    લીંબુનારસ વડે જ લોટ બઁધાઈ જશે
    લોટ જરા પણ ઢીલો ના રાખવો કઠણજ રાખવો.

  3. 3

    લોટ બન્ધાઈ જાય એટલે તેલવાળો હાથ કરી મૂઠડી વળી લ્યો
    અને મધ્યમ તાપે ગુલાબી થાય ત્યાં સુધી તળી લ્યો,
    બહુ આકરા તાપે મૂઠડી ના તળવી,નહીં તો અંદરથી
    કાચી રહી જશે અને ઉપર થી બળી જશે,

  4. 4

    તો તૈય્યાર છે ઉંધીયાનો મુખ્ય સ્વાદ મૂઠડી,,
    જેને ચા સાથે,બાળકોને નાસ્તામાં
    પણ આપી શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Juliben Dave
Juliben Dave @julidave
પર

Similar Recipes