ટેસ્ટી સમોસા (Samosa Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટાટાને વચ્ચેથી કટ લગાવીને કુકરમાં નાખી દો.બટાકા ડૂબે એટલું પાણી નાખો.થોડુંક મીઠું નાખો ને 3 થી 4 વિશલ કરી લો.પછી વટાણાને નાના વાસણમાં લઈ 5 થી 7 મિનિટ પાણીમાં ઉકાળવા મૂકી દો એટલે બફાઈ જશે.
- 2
બટાકા થશે ત્યાં સુધીમાં આપણે લોટ તૈયાર કરી લઈએ.એક કાથરોટ લઈ તેમાં લોટ ચાળી લો.તેમાં મીઠું ઉમેરો પછી અજમાને હાથમાં મસળીને પછી ઉમેરો.
- 3
હવે તેમાં મોણ દેવાનું છે.તેમાં પહેલા ઘી ઉમેરો અને પછી તેલ ઉમેરો. આ બધું હલાવી લો અને મુઠ્ઠી વાળો. જો લોટ ની મુઠ્ઠી વળતી હોય તો બરાબર દેવાનું છે અને જો મુઠી હજુ ન વળતી હોય તો હજુ તેલ ઉમેરો અને પછી પાછુ ચેક કરી લો. મૂઠી પડતું મોણ દેવાથી સમોસા એકદમ ખાસ્તા અને ક્રિસ્પી બને છે.
- 4
ધીમે ધીમે પાણી ઉમેરતા જાવ અને લોટ બાંધતા જાવ. લોટ બહુ ઢીલો પણ નહીં અને બહુ કઠણ નહીં તેવો પરાઠા જેવું મીડીયમ રાખો.પછી તેલ નાખીને લોટને તૈયાર કરી લો.
- 5
હવે બટાકા ઠરી ગયા હશે. તેની છાલ ઉતારીને મેસર ની મદદથી મેશ કરી લો. ધ્યાન રહે બટાટાને એકદમ મેશ નથી કરવાના.મોટા ટુકડા રાખવાના છે. સાથે સાથે મેષ પણ કરવાના છે. જેથી તે સમોસામાં ખૂબ જ સારા લાગે છે.પછી મસાલો તૈયાર કરવા માટે તેલ ગરમ કરવા મૂકો.
- 6
તેલ ગરમ થઇ જાય એટલે તેમાં આદુ ઉમેરો આદુ સાંતળાઈ જાય પછી તેમાં લીલા મરચા ઉમેરો. લીલા મરચાં સાંતળાઈ જાય પછી લીલુ લસણ ઉમેરો.તેને પણ શેકાવા દો.
- 7
આ 3 વસ્તુ ઉમેર્યા પછી ડુંગળી ઉમેરો અને એને પણ બ્રાઉન કલરની થાય ત્યાં સુધી ચડવા દો. પછી તેમાં બધા બાફેલા લીલા વટાણા ઉમેરો. બધા મસાલા લઈ લો.
- 8
હવે બધા મસાલા કરી લો. લાલ મરચું, હળદર, ધાણાજીરું અને મીઠું ઉમેરો.પછી તેમાં બટેટાનો માવો ઉમેરી તેના ઉપર ગરમ મસાલો ઉમેરો.
- 9
આ મિશ્રણને એકદમ હલાવી લો. પછી ઉપરથી કોથમીર ઉમેરીને મસાલાને ફરીથી હલાવી લો અને ઠરવા દો.માવો ઠરી જાય પછી તેને ઉપયોગમાં લેવો. હવે આપણે જે લોટ બાંધ્યો છે તેમાંથી મીડિયમ સાઇઝના ગોળ લુવા કરી લો.
- 10
આ લુવા માંથી લંબગોળ એવી રોટલી તૈયાર કરી લો. તે બહુ જાડી પણ નહીં અને બહુ પાતળી પણ નહીં એવી મીડિયમ સાઇઝની તૈયાર કરવી.પછી વચ્ચેથી ને એક કટ લગાવી લો એટલે એક રોટલી માંથી બે નંગ સમોસા તૈયાર થશે. પછી તેમાં વચ્ચેના ભાગે ઉપર પાણી વાળી આંગળી કરીને લગાડવી જેથી આપણને સમોસા વાળવા માં સરળતા રહે.
- 11
આપણે જે પાણી લગાડેલું છે તે બંને ખૂણા ને એકબીજાને અડે તે રીતે ભેગા કરીને ચિપકાવી દેવા અને કોણ જેવું તૈયાર કરી લેવું.પછી તેમાં બટેટાનો માવાનું સ્ટફિંગ ભરવું.
- 12
સ્ટફિંગ ભરાઈ જાય પછી જે ઉપર નો ખુલ્લો ભાગ છે તેમાં ચાર બાજુ પાણી વાળી આંગળી કરીને લગાડી દેવી અને એ ભાગને પણ ચિપકાવી દેવું. તેથી આપણું samosa થઈ જાય છે. પછી ધીમા ગેસ ઉપર મોટા વાસણમાં તેલ ગરમ કરવા માટે મૂકવું.તેલ ગરમ થઇ જાય એટલે બધા સમોસા ને તળી લેવા. 1 મિનિટ રઈને સાઈડ ફેરવતી રહેવી. જેથી તે બળી ના જાય.સમોસાં તળાતા લગભગ 10 થી 12 મીનીટ જેવો સમય લાગે છે.
- 13
સમોસા ચારેય બાજુથી બ્રાઉન કલરના થઈ જાય એટલે તેને કાઢી લેવા.તૈયાર છે આપણા સમોસા. પછી તેને સર્વિંગ પ્લેટમાં લઈ લાલ ચટણી સાથે સર્વ કરો. ગરમાગરમ સમોસા ખાવાની મજા જ અલગ છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
મિક્સ વેજિટેબલ સમોસા (Mix vegetable samosa recipe in Gujarati)
#GA4#week21#Samosa(સમોસા) Siddhi Karia -
-
-
-
-
-
-
-
-
લીલા લસણનાં સમોસા (Green Garlic Samosa Recipe In Gujarati)
#GA4#Week21#samosa#Post_2 Deval maulik trivedi -
-
-
-
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ