ઘઉં ના લોટ ની મઠરી (Wheat Flour Mathri Recipe In Gujarati)

મઠરી રાજસ્થાન અને ઉત્તર ભારતીય રાજ્યો નો ખૂબ જ લોકપ્રિય અને પ્રખ્યાત નાસ્તો છે. મઠરી લગભગ ફરસી પૂરી જેવી જ હોય છે પરંતુ થોડી જાડી અને તેને ધીમા તાપે તળી ને ખસ્તા બનાવવામાં આવે છે. મઠરી સામાન્ય રીતે મેંદા નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે.
ઘઉંના લોટમાંથી બનતી મઠરી પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ એક સૂકા નાસ્તા નો પ્રકાર છે
ઘઉં ના લોટ ની મઠરી (Wheat Flour Mathri Recipe In Gujarati)
મઠરી રાજસ્થાન અને ઉત્તર ભારતીય રાજ્યો નો ખૂબ જ લોકપ્રિય અને પ્રખ્યાત નાસ્તો છે. મઠરી લગભગ ફરસી પૂરી જેવી જ હોય છે પરંતુ થોડી જાડી અને તેને ધીમા તાપે તળી ને ખસ્તા બનાવવામાં આવે છે. મઠરી સામાન્ય રીતે મેંદા નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે.
ઘઉંના લોટમાંથી બનતી મઠરી પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ એક સૂકા નાસ્તા નો પ્રકાર છે
રાંધવાની સૂચનાઓ
- 1
એક વાસણમાં ઘઉંનો લોટ અને રવો લઈ તેમાં બાકીની બધી વસ્તુઓ ઉમેરીને બરાબર મિક્ષ કરી લેવું. લોટમાં મુઠી પડતું મોણ હોવું જોઈએ. હવે 1/2 કપ પાણી લઈ ને થોડું થોડું પાણી ઉમેરતા જઈ ને કઠણ લોટ બાંધી લેવો. લોટને ઢાંકીને 20 થી 25 મિનિટ માટે રહેવા દેવો.
- 2
હવે લોટમાંથી એકસરખા 20 ભાગ કરી લેવા. એક લુઆ માંથી જાડી પૂરી વણી લેવી અને કાંટાની મદદથી આગળ પાછળ બંને બાજુ કાણા કરી લેવા. આ રીતે બધી મઠરી તૈયાર કરી લેવી. થોડી મઠરી વણાઈ જાય એટલે તળવા માટે મૂકી દેવી કેમકે એ તળાતા ખૂબ વાર લાગે છે એટલે એક તરફ મઠરી તળાતી હોય તો બીજી તરફ વણી પણ શકાય.
- 3
એક કડાઈમાં તેલને મીડીયમ તાપ પર ગરમ કરવું અને તેમાં ૪ થી ૫ મઠરી ઉમેરવી. મઠરી ને મીડીયમ થી લૉ તાપ પર ગોલ્ડન રંગની તળી લેવી. તાપ મીડીયમ થી લૉ રાખવો, વધારવો નહીં તો જ મઠરી એકદમ ફરસી બનશે. આ રીતે બધી મઠરી તળીને તૈયાર કરી લેવી. મઠરી એકદમ ઠંડી થાય એટલે એને એરટાઈટ કન્ટેનરમાં ભરી લેવી. મઠરી દસથી બાર દિવસ માટે સારી રહે છે.
- 4
Similar Recipes
-
મેથી મઠરી (Methi mathri recipe in Gujarati)
મઠરી મેંદા અને ઘી નો ઉપયોગ કરીને બનાવવામાં આવતા એક સૂકા નાસ્તા નો પ્રકાર છે જે ખાવામાં ખૂબ જ ફરસી લાગે છે. મેં મેંદા ના લોટ માં ઘઉંનો લોટ, રવો અને કસુરી મેથી ઉમેરીને મઠરી બનાવી છે જે સ્વાદમાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. ઉત્તર ભારતીય રાજ્યોમાં વાર તહેવારો એ અને પ્રસંગોએ મઠરી બનાવવામાં આવે છે જે પંજાબી અથાણા અને ચા કોફી સાથે પીરસવામાં આવે છે. દિવાળીમાં બનતા નાસ્તાઓ માં મઠરી નું એક મહત્વનું સ્થાન છે.#DFT#cookpadindia#cookpad_gu spicequeen -
રોઝ મઠરી (Rose Mathri Recipe In Gujarati)
મઠરી રાજસ્થાન અને ઉત્તર ભારતીય રાજ્યો માં ખૂબ જ લોકપ્રિય અને પ્રખ્યાત નાસ્તો છે. મઠરી લગભગ ફરસી પૂરી જેવી જ હોય છે પરંતુ થોડી જાડી અને તેને ધીમા તાપે તળી ને ખસ્તા બનાવવામાં આવે છે. મઠરી સામાન્ય રીતે મેંદા નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. પરંતુ ઘઉંના લોટમાંથી બનતી મઠરી પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ એક સૂકા નાસ્તા નો પ્રકાર છે જે ચા સાથે સર્વ કરવામાં આવે છે.#rosemathri#mathari#teasnack#roseshape#cookpadindia#cookpadgujarati Mamta Pandya -
ઘંઉના લોટ ની મઠરી (Wheat flour Mathari Recipe In Gujarati)
#Cooksnapપૂરી કે મઠરી મેંદામાથી બનાવીએ છીએ પરંતુ ઘંઉના લોટની પણ એટલી જ સરસ બને છે.ઘંઉના લોટ ની પૂરી જે આપણે થોડી પાતળી વણીને તળતા હોઈએ છીએ પરંતુ મઠરી થોડી જાડી પૂરી વણીને તળવામાં આવે છે. આ મઠરી બનાવી તમે 8 થી 10 દિવસ સુધી રાખી શકો છો. એટલે નાસ્તા માટે બનાવી રાખવા માટે એક સરસ અને સરળ વાનગી છે.આ વાનગી મેં મૃનાલ ઠક્કર spicequeen ની રેસિપી લઈને બનાવી છે. ખૂબ જ સ્વાદિષ્ટ અને સરળ રીતે બનાવી શકાય છે. આભાર આપનો આટલી સરસ રેસિપી માટે. Urmi Desai -
ઘઉં ના લોટ ની ફરસી પૂરી (Wheat flour farsi puri recipe Gujarati)
#સ્નેક્સ #post2 ચા સાથે હંમેશા મજા આવે તેવી મેં આજે ઘઉં ના લોટ ની ફરસી પૂરી બનાવી છે જેમાં ઘઉંના લોટનો ઉપયોગ થવાથી પચવામાં પણ સહેલી અને સ્વાદ પણ ખૂબ જ સરસ લાગે છે.. Bansi Kotecha -
બેસન મઠરી (Besan Mathri Recipe in Gujarati)
#સ્નેક્સ#પોસ્ટ૩મઠરી, પૂરી એ ભારત પ્રખ્યાત તળેલા નાસ્તા માં નો એક છે. મઠરી જુદા જુદા પ્રકાર ના લોટ માંથી તથા નમકીન તથા મીઠી બન્ને બને છે. જો કે મેંદા અને ઘઉં ના લોટ ની મઠરી લોકો માં વધારે પસંદગી પામે છે. હવે લોકો સ્વાસ્થ્ય પ્રત્યે વધુ જાગૃત થયા છે એટલે તળેલા ની બદલે બેક અને શેકેલા નાસ્તા પણ પસંદ કરવા લાગ્યા છે અને મેંદા નું પ્રમાણ પણ ઘટાડયું છે અને મલ્ટી ગ્રેન લોટ, ગ્લુટેન ફ્રી લોટ વગેરે નું પ્રમાણ વધાર્યું છે. આજે મેં પણ બેસન અને ઘઉં ના લોટ થી મઠરી બનાવી છે. Deepa Rupani -
ફરસી પુરી (Farsi puri recipe in Gujarati)
ફરસી પુરી એ ખૂબ જ સ્વાદિષ્ટ તળેલા નાસ્તા નો પ્રકાર છે જે મેંદા અને રવા નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. ફરસી પુરી ચા કે કોફી સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે. ઘી નો ઉપયોગ કરવાથી આ પુરી ક્રિસ્પી અને ફરસી બને છે.મારી મમ્મી ના હાથ ની પુરી મને ખૂબ જ ભાવતી અને આજે પણ આ મારો અને મારા બાળકો નો ફેવરિટ નાસ્તો છે.#childhood#ff3#cookpadindia#cookpad_gu spicequeen -
મેથી ની મઠરી (Methi Mathri Recipe In Gujarati)
#GA4#Week19#Methi મઠરી એક મેંદા અને બેસન માંથી બનાવામાં આવે છે.તેને ડબ્બા માં ભરી 10-15 દિવસ સ્ટોર કરી શકાય છે.તેને ગરમા ગરમ ચા જોડે સવઁ કરવા માં આવે છે. Kinjalkeyurshah -
ક્રિસ્પી ફરસી પૂરી (Crispy Farsi Poori Recipe In Gujarati)
#cookpadindia#cookpad_guj#cookpad#DTRદિવાળીનો તહેવાર આવે એટલે બધા અલગ અલગ પ્રકારના નાસ્તા બનાવે છે. એમાં ફરસી પૂરી એ ભારતનો જાણીતો તળેલો નાસ્તો છે. બધા નાસ્તા બનાવી એ પણ મારા ફેમિલીમાં બધાનો ફેવરેટ નાસ્તો ફરસી પૂરી છે. ફરસી પૂરી મેંદા અને ઘઉંના લોટમાંથી બને છે. અહીં મેં મેંદાના લોટમાંથી ફરસી પૂરી બનાવી છે મેંદાના લોટમાંથી બનતી પૂરી ખસ્તા બને છે. આ પૂરીનો લોટ બાંધવા માટે ઘીનું મુઠ્ઠી પડતું મોણ નાખવામાં આવે છે. પરફેક્ટ માપ સાથે લોટ બાંધશો તો પૂરી પરફેક્ટ બનશે. Parul Patel -
ઘઉંના લોટની ફરસી પૂરી(ghau lot ni puri recipe in Gujarati)
#સુપરશેફ _2#week 2#ફ્લોરઆપણા ગુજરાતીઓના ઘરમાં સવારના ચા ની સાથે અથવા બપોરના ચા સાથે ફરસી પૂરી તો હોય છે ફરસી પૂરી ખુબ જ અલગ પ્રકારની બનતી હોય છે મેથી વાળી મરીવાળી પોચી કડક મેંદાના લોટને મિક્સ લોટ ની અને ઘઉંના લોટની પણ બનતી હોય છે ઘઉંના લોટની હેલ્ધી પણ હોય છે અને એકદમ સરસ પણ લાગે છે અને તમે રૂટિનમાં એને ખાવો તો પણ નુકશાન નથી કરતી અને ફરસી પૂરી બાળકોને તમે ટિફિનમાં પ્રવાસ માં લઇ જય શકો છો 1 મહિના સુધી સારી રહે છે Kalpana Parmar -
ઘઉં ના લોટ ની ફરસી પુરી
#FF3#શ્રાવણ ગુજરાત માં શ્રાવણ વદ સાતમના દિવસે શીતળા સાતમ નો તહેવાર ઉજવવામાં આવે છે ,આ દિવસે ચૂલો સળગાવવા માં નથી આવતો, આગળ ના દિવસે એટલેકે રાંધણ છઠ ના દિવસે પુરી થેપલા વડા સુખડી ગેસ,ભીંડા ,કંકોડા ,કારેલા જેવા કોરા શાક બનાવી સાતમ ના દિવસે ઠડું ખાવા માં આવે છે,આ દિવસે શીતળા માતા ની પૂજા કરવા માં આવે છે અને શીતળા માં પાસે બાળકો ની સુખાકારી અને સ્વસ્થતા માટે પ્રાર્થના કરવા માં આવે છે. Dharmista Anand -
ખસ્તા નીમકી (khasta nimki recipe in Gujarati)
#કૂકબુક દિવાળીના નાસ્તા માટે મેં ઘઉંના લોટની ખસ્તા નીમકી બનાવી છે તે સ્વાદમાં ખુબજ ટેસ્ટી અને ક્રિસ્પી લાગે છે Nisha -
લચ્છા મીન્ટ મઠરી (Lachha Mint Mathri Recipe In Gujarati)
#MA 💐 Happy Mother's Day to all lovely mothers...👍🏻🥰🙏 જગતમાં સર્વપ્રથમ અને બાળક ના મુખમાંથી નીકળતો પ્રથમ જો શબ્દ હોય તો તે " માં " કે " મમ્મા "છે. કવિઓએ માતૃપ્રેમ નો મહિમા મુક્તકંઠે ગાયો અને બિરદાવ્યો છે. ..ગુજરાતી સાહિત્ય ના ફેમસ કવિ બોટાદકરે પોતાની કવિતા માં કહ્યું છે કે , " જનની ની જોડ સખી નહિ જડે રે લોલ ! "... મેં આજે મારી મમ્મી ને ખુબ જ ભાવતી એવી લચ્છા મિન્ટ મઠરી બનાવી છે... મઠરી આપણે ઘણા બધા પ્રકારની બનાવી છીએ.. જેમાં સ્વાદ માં અને આકાર મા પણ ઘણી બધી રીતે મઠરી બનતી હોય છે... મઠરી ને સવાર નાં નાસ્તા માં ચા કે કોફી સાથે બ્રેકફાસ્ટ માં લેવામાં આવે છે.આજે મેં આ મઠરી માં ફુદીના ના પાન ઉમેરી એક નવા આકાર અને સ્વાદ ની બનાવી છે. આ મઠરી ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને ક્રિસ્પી લાગે છે. Daxa Parmar -
મેંદા રવાની ફરસી પુરી (Maida Rava Farsi Puri Recipe in Gujarati)
#childhood#ff3#શ્રાવણ#cookpadgujarati આ મેંદા રવાની ફરસી પૂરી એ ખૂબ જ સ્વાદિષ્ટ તળેલા નાસ્તાનો પ્રકાર છે. જે મેંદા અને રવાનો ઉપયોગ કરીને બનાવવા મા આવે છે. આ તળેલી પૂરી ફરસાણની વાનગીઓમાં બધાની મનપસંદ ગણાય છે. તેનું કારણ તો તમે જ્યારે તેનો સ્વાદ માણશો ત્યારે જ સમજાશે. આ પૂરી બહું સામાન્ય વસ્તુઓ વડે સહેલાઇથી બનાવી શકાય છે, પણ તેની મોઢામાં મૂક્તા જ પીગળી જાય એવી બનાવટનું કારણરૂપ છે કણિકમાં મેંદા સાથે મેળવેલો રવો અને ઘી તથા કાળા મરીનું પાવડર. ઘી ના મોણ ના લીધે આ પૂરી ક્રિસ્પી અને ફરસી બને છે. હું જ્યારે નાની હતી ત્યારે મારી મમ્મી ખૂબ જ ટેસ્ટી બનાવતી અને તેના હાથ ની ફરસી પૂરી ખાવાની મને ખૂબ જ મજા આવતી. આ પૂરી એમ જ અથવા કોફી કે ચહા સાથે ખાઇને તેનો આનંદ માણો. રવા અને મેંદામાંથી બનતી આ પૂરી દરેક પ્રસંગમાં સારી લાગે છે ખાસ કરીને તહેવારો ના સમયે, બાળકોને લંચબોક્સમાં આપવામાં, લગ્ન પ્રસંગમાં મહેમાનોને જમાડવામાં તેમ ઘણી બધી રીતે આ પૂરી નો ઉપયોગ કરવામાં આવે છે. ફરસી પૂરી ને બનાવ્યા પછી તે લાંબા સમય સુધી બગડતી પણ નથી તેથી તેને ડ્રાય સ્નેક્સ તરીકે બનાવી ને પણ સાચવી શકાય છે. Daxa Parmar -
મઠરી(Mathri Recipe in Gujarati)
દિવાળીના નાસ્તામાં હવે બનાવો મસાલા મઠરી જે ટેસ્ટી અને ખૂબ કરી હોય છે અને બનાવવામાં પણ સરળ છે#દિવાળી#કૂકબૂક Rajni Sanghavi -
ફરસી પૂરી (Farsi Poori Recipe In Gujarati)
શ્રાવણ ફેસ્ટિવ રેસીપી#SFR : ફરસી પૂરીતહેવાર આવતા ની સાથે જ બધી બહેનો નાસ્તા બનાવવા મા લાગી જાય. એમા ફરસી પૂરી તો બધા ની ફેવરિટ. ચા કોફી સાથે ખાવાની મજા આવે . મારા સન ને ફરસી પૂરી બહુ જ ભાવે. Sonal Modha -
કારેલા મઠરી(Karela Mathri Recipe in Gujarati)
#કૂકબુકદિવાળી ના ત્યોહાર માં અવનવા નાસ્તા બધા ના ઘરે બનતા હોય છે આજે કારેલા મઠરી જેને નિમકી પૂરી પણ કહી શકાય. Namrata sumit -
-
જીરા પૂરી (Jeera Puri Recipe in Gujarati)
#FFC7#week7#cookpadgujarati પુરી એ ભારતીય બ્રેડ છે જે ગુજરાતમાં ખૂબ જ લોકપ્રિય છે. આ પુરીની રેસીપી ખૂબ જ સરળ છે અને તેને માત્ર મીઠું અથવા મસાલા વડે સાદી બનાવી શકાય છે. માત્ર થોડા મસાલા અને જીરું ઉમેરવાથી આ પુરી ખસ્તા અને ક્રિસ્પી એક ખાસ વાનગી બની જાય છે. જીરા પૂરી એ ખૂબ જ ક્રિસ્પી ને ખસ્તા પૂરી છે. આ પૂરી ને સૂકા નાસ્તા તરીકે બનાવવામાં આવે છે. જીરા પૂરી માં ઘઉંનો લોટ અને મેંદા નો લોટ ઉમેરવામાં આવે છે ને સરસ મજા ની ક્રિસ્પી ને ખસ્તા પૂરી બનાવવામાં આવે છે. આ જીરા પૂરીને સૂકા નાસ્તા તરીકે યાત્રા - પ્રવાસ કે બાળકોના ટિફિન બોકસમાં પણ આપી સકાય છે. આ પૂરી ને તહેવારોના દિવસો માં બનાવાવવા માં આવે છે. આ પૂરી ને સ્ટોર પણ કરી સકાય છે. Daxa Parmar -
બેકડ મેથી મઠરી
#ઇબુક#Day23આ મઠરી બનાવવામાં કસૂરી મેથી, ઘંઉનો લોટ, બેસન, ઘી,અજમો વગેરે મસાલાનો ઉપયોગ કર્યો છે, અને ઓવનમાં બેક કરી છે. Harsha Israni -
-
માવા ના ઘૂઘરા / ગુજીયા (Mava ghughra/gujiya recipe in Gujarati)
ઘૂઘરા એક મીઠાઈ નો પ્રકાર છે જે તળીને બનાવવામાં આવે છે અને એનું પડ મેંદાના લોટમાંથી બનાવવામાં આવે છે જે ખૂબ જ ફરસું હોય છે. ઉત્તર ભારતીય રાજ્યોમાં એ ગુજીયા તરીકે ઓળખાય છે અને મહારાષ્ટ્રમાં કરંજી તરીકે ઓળખાય છે. આ મીઠાઈ ઉત્તર ભારતમાં હોળીના તહેવાર દરમ્યાન બનાવવામાં આવે છે જ્યારે ગુજરાતમાં દિવાળીના સમયે બનાવવામાં આવે છે. ઘૂઘરા નું ફીલિંગ સામાન્ય રીતે રવા અથવા/ અને માવાનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે એમાં દળેલી ખાંડ, કોપરું અને ડ્રાયફ્રૂટ ઉમેરવામાં આવે છે. આ મીઠાઈ બનાવવામાં ઘણી ધીરજ અને સમય લાગે છે પરંતુ પરિણામ ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે.#DIWALI2021#cookpadindia#cookpad_gu spicequeen -
-
ઘઉં ના લોટ ની ચકરી (Wheat Flour Chakri Recipe In Gujarati)
#CB4#week4#cookpadindia#cookpadgujarati Sweetu Gudhka -
મસાલા કાજુ મઠરી (Masala Kaju Mathri Recipe In Gujarati)
#DTR#cookpadgujratiમસાલા કાજુ મઠરી ખાવા માં ખૂબ જ ટેસ્ટી અને ક્રિસ્પી લાગે છે નાના મોટા સૌને ખૂબ જ ગમે છે તો આ દિવાળી પર તમે ઘરે બનાવો અને બધા ને ખવડાવો મસાલા કાજુ મઠરી ઘઉં ના લોટ થી બનાવી શકાય છે એટલે તે હેલ્થી પણ છે Harsha Solanki -
બેકડ મઠરી (Backed Mathri Recipe In Gujarati)
#AsahikaseiIndiaબેકડ મઠરી સ્વાદિષ્ટ તો છેજ સાથે તેલ વિના બનેલ છે ચા સાથે સ્નેક તરીકે કે પાપડી ચાટ માં કે કોઈ ડિપ સાથે સર્વ કરશો તો ખૂબ સરસ લાગશે Dipal Parmar -
મઠરી(Mathri Recipe in Gujarati)
આ મઠરી મેંદા માંથી બનાવા માં આવે છે પણ મેં આજે ઘઉં ના લોટ થી બનાવી છે. ખુબ સરસ બની છે એને 10 થી 15 દિવસ સ્ટોર કરી શકાય છે દિવાળી માં એકદમ ડિફરન્ટ નાસ્તો લાગશે. Minaxi Rohit -
રીંગણ ની મઠરી (Ringan Mathri Recipe In Gujarati)
રીંગણ ની મઠરી એ એક નવીનચટણી સાથે માણી શકાય એવો નાસ્તો છે જે દરેક ને ભાવે એવો છે. મઠરી મા રીંગણ નો ઉપયોગ એ એક નવીન પ્રયોગ છે, ઝટપટ બની જાય અને સૌને ભાવે એવો.આમાં તમે તમારી સુજબૂજ મુજબ મનગમતા ફેરફાર કરી શકો છો. Dhaval Chauhan -
*મેથી મઠરી ફલાવસૅ*
ફરસી પુરી અનેક રીતે બનાવી શકાય તેથી આજે ફલાવસૅશેપમાં મેથી મઠરી બનાવી.#ફ્રાયએડ# Rajni Sanghavi -
-
ઘઉંના લોટ ના મંચુરિયન (Wheat Flour Manchurian Recipe In Gujarati)
આ રેસિપી મેં ઘઉંના લોટમાંથી બનાવેલી છે અને બહાર જેવા જ લાગે છે આજના યુગ પ્રમાણે બાળકોને ખૂબ જ પ્રિય છે. અને હેલ્ધી પણ છે #XS Aarati Rinesh Kakkad
More Recipes
- સ્ટ્રીટ સ્ટાઈલ પાવભાજી (Street Style Pavbhaji Recipe In Gujarati)
- રેડ ગ્રેવી અને વેજ. કડાઈ પનીર (Red Gravy Veg.Kadai Paneer Recipe In Gujarati)
- ફરસી પૂરી (Farsi Poori Recipe In Gujarati)
- મમરા નો ચેવડો (Mamra Chevdo Recipe In Gujarati)
- નો બેક મેંગો ચીઝ કેક (No Bake Mango Cheese Cake Recipe In Gujarati)
ટિપ્પણીઓ (14)